નવી દિલ્હીઃ વનડેની કેપ્ટનશીપમાંથી હટાવ્યા બાદ વિરાટ કોહલી પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 16 ડિસેમ્બરે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જવા રવાના થશે, જ્યાં 3 ટેસ્ટ અને 3 વનડે મેચની સીરિઝ રમાવાની છે. ટેસ્ટ સીરિઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી રમશે અને તેણે BCCI પાસે આરામની માંગ કરી નથી. કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે દક્ષિણ આફ્રિકામાં વનડે રમવા માટે તૈયાર છે, મારા વિશે ફેલાવવામાં આવી રહેલા સમાચાર ખોટા છે. કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવી હતી, ત્યારબાદ પસંદગીકારોએ કહ્યું હતું કે તમને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યા છે, જે પછી કોઈ વાત થઈ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીએ આ નિવેદનથી સૌને ચોંકાવ્યા
વિરાટ કોહલીએ કહ્યું કે જ્યારે મેં ટી20 ની કેપ્ટનશીપ છોડી ત્યારે મેં બીસીસીઆઈને કહ્યું હતું કે હું વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ કરવા માંગુ છું, પરંતુ બાદમાં પસંદગીકારોએ પોતાની રીતે નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીએ કહ્યું, 'હું વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ છું. ભૂતકાળમાં કેટલીક બાબતો સામે આવી હતી કે હું કાર્યક્રમોમાં હાજરી આપતો હતો, આવી બાબતો વિશ્વાસપાત્ર નથી. ટેસ્ટ ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પાંચ પાંચ પસંદગીકારોએ કહ્યું હતું કે હું ODI ટીમની કેપ્ટનશીપ કરીશ નહીં.


વિરાટ કોહલી પર બગડ્યા ખેલમંત્રી! આપી આવી કડક ચેતવણી? કહ્યું- 'રમતથી મોટું કોઈ નથી'


રોહિત પર કોહલીએ કહી આ વાત
રોહિત શર્મા ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ રમી શકશે નહીં. આ અંગે ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, 'સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન રોહિત શર્માની હાજરી મિસ થશે.


આવો છે કોહલીનો કેપ્ટનશિપનો રેકોર્ડ
વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે 95 મેચ રમી છે, જેમાં 65 માં જીત અને 27 માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ રહી હતી અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું, પરંતુ તે પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા માટે એકપણ ICC ટ્રોફી જીતી શક્યો ન હતો. તેમને 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાને તેની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું. ત્યારે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં હરાવનાર તે પ્રથમ કેપ્ટન બન્યો હતો.


Taarak Mehta ના હસ્તા ખિલખિલાતા જેઠાલાલ થયા ઇમોશનલ, જાણો કેમ દિલીપ જોશી થયા ભાવુક


કોહલી એક શાનદાર બેટ્સમેન
ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક છે. તે ખૂબ જોરશોરથી બેટિંગ કરે છે. ત્રણેય ફોર્મેટમાં 50 મેચ જીતનાર તે વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે. તેના ચાહકો તેને પ્રેમથી ચેસ માસ્ટર કહે છે. કોહલીએ ભારત તરફથી રમતા 97 ટેસ્ટમાં 7801 રન, 254 વનડેમાં 12169 રન અને 95 ટી20 મેચમાં 3227 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેની બેટિંગ એવરેજ 50 થી ઉપર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube