મોહાલી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે એક વધુ સારી ઈનિંગ રમીને આઈ એસ બિન્દ્રા પંજાબ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી હરાવવામાં સિંહ ફાળો આપ્યો. આ જીતથી ખુશ થયેલા વિરાટ  કોહલી માટે આ મેદાન પર જૂની યાદો તાજી થઈ ગઈ હતી. ટી-20 વિશ્વ કપ 2016માં  ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ આ મેદાન પર રમાઈ હતી જેમાં કોહલીએ 82 રન કર્યા હતાં અને ટીમને જીત અપાવી હતી તથા મેજબાન ટીમનો સેમી ફાઈનલમાં જવાનો રસ્તો ક્લિયર કર્યો હતો. આ મેચમાં ભારત વિરુદ્ધ તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કોહલીને વિકેટો વચ્ચે ખુબ દોડાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IND vs SA 2nd T20: કેપ્ટન કોહલીની ધમાલ સાથે ભારતે મેળવ્યો વિજય


કોહલીએ થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર તે મેચની તસવીર પણ શેર કરી હતી. દક્ષિણ આફ્રિકા સાથે મેચ રમાયા બાદ જ્યારે કોહલીને મેન ઓફ ધી મેચનો પુરસ્કાર મળ્યો અને તે લેવા માટે પહોંચ્યો તો હોસ્ટ સંજય માંજરેકરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચની વાત પૂછી જેના પર કોહલીએ હસતાં હસતાં કહ્યું કે તમે મને મારી કેરિયરની સર્વશ્રેષ્ઠ ટી-20 મેચી યાદ અપાવી. તેનાથી મને વધુ પ્રોત્સાહન મળશે. 


કોહલીએ કહ્યું કે આજની પિચ જો કે તે મેચની પિચ કરતા થોડી અલગ હતી. તે હંમેશા મારી સારી યાદોમાં રહેશે. પરંતુ આજની વિકેટ પણ સારી હતી. બોલરોએ અમારા માટે સારું કર્યું. પિચ સારી હતી અને તેમે શરૂઆત પણ સારી અપાવી. 


જુઓ LIVE TV



પોતાની નિરંતરતા વિશે વાત કરતા કોહલીએ કહ્યું કે મારી ટીશર્ટ સામે લાગેલો બેચ મને પ્રેરિત કરે છે. પોતાના દેશ માટે રમવું એ ગર્વની વાત છે. આથી તેના માટે જે હશે તે કરીશ. 


ભારતે આ મેચને જીતીને ટી-20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ધર્મશાળામાં રમાયેલી પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. 


(ઈનપુટ- એજન્સી આઈએએનએસ)