નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટર રોહિત શર્માને હવે વનડે ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીની જગ્યાએ તેને આ કમાન સોંપાઈ છે. વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટમાંથી પોતે જ કેપ્ટનશીપ છોડી હતી. જો કે આ બધા વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. વિરાટ વનડે ટીમની કેપ્ટનશીપ છોડવા માંગતો નહતો. બીસીસીઆઈએ જબરદસ્તીથી કેપ્ટનશીપ છીનવી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BCCI એ જબરદસ્તથી છોડી કેપ્ટનશીપ
વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આમ થવાનું જ હતું અને બુધવારના રોજ BCCI એ વિરાટ કોહલીને ભારતની વનડે ટીમના કેપ્ટન પદેથી હટાવીને કમાન રોહિત શર્માને સોંપી છે. અત્રે જણાવવાનું કે બીસીસીઆઈએ કોહલી વનડે ટીમની કેપ્ટનશીપથી હટે તે માટે છેલ્લા 48 કલાક રાહ જોઈ પરંતુ એમ બન્યું નહીં. ત્યારબાદ 49માં કલાકમાં કોહલી આ પદ ગુમાવી બેઠો અને રોહિત શર્માને મળી ગયું. એટલે કે એક રીતે કહીએ તો બીસીસીઆઈએ કોહલીને કેપ્ટનશીપ છોડવા માટે 48 કલાકનો સમય પણ આપ્યો હતો. જો કે કોહલી અંગેનો બીસીસીઆઈના નિવેદનમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. નિવેદનમાં ફક્ત એમ કહેવાયું કે પસંદગી સમિતિએ આગળ વધવા દરમિયાન રોહિતને વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમોનો કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. 


IND vs SA: સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, રોહિતને મળી વનડેની કમાન


2023 વર્લ્ડ કપ માટે લેવાયો નિર્ણય
બીસીસીઆઈ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિએ કોહલીને કેપ્ટનશીપમાંથી હટાવી દીધો કારણ કે તેઓ 2023 વનડે વર્લ્ડ કપ સુધી એક નવા કેપ્ટનને સેટ કરવા માંગે છે. જે પળે ભારત ટી20 વર્લ્ડ કપના ગ્રુપ તબક્કામાંથી બહાર થયું કોહલીને કેપ્ટનશીપથી હટાવવાનું લગભગ નક્કી થઈ ગયું  પરંતુ બીસીસીઆઈ અધિકારી છેલ્લા સાડા 4 વર્ષથી ટીમના કેપ્ટનને સન્માનજનક રસ્તો આપવા માંગતા હતા. તે માટે તક પણ આપી પરંતુ અંતમાં એવું લાગે છે કે કોહલીએ બીસીસીઆઈને કહ્યું કે તેને હટાવી બતાવો અને ખેલની ટોચની સંસ્થાએ આગળ વધીને એમ જ કર્યું અને પછી તેની સામે તે સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહ્યો. 


આ બોલ્ડ અભિનેત્રીને જોઈ બેકાબૂ બન્યો હતો રોહિત શર્મા, પણ આ એક હરકતથી થયું હતું બ્રેકઅપ!


શાનદાર રહી કોહલીની સફર
કોહલીની કેપ્ટનશીપમાં ભારતે સારો સમય જોયો છે. કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના નેતૃત્વમાં કોહલીને તૈયાર કર્યો અને પછી જ્યારે એવું લાગ્યું કે સમય આવી ગયો તો તેમણે સફેદ બોલની જવાબદારી તેને સોંપી દીધી. આગામી બે વર્ષમાં કોહલી ટીમના શક્તિશાળી કેપ્ટન બની ગયો. જે પોતાના હિસાબે બધુ કરતો. પછી સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી પ્રશાસકોની સમિતિ હતી, જેણે તેની દરેક માંગણી (કેટલીક સાચી તો કેટલીક  ખોટી) પૂરી કરી. પછી પરંપરાગત પ્રશાસકોની વાપસી થઈ જેમાં ખુબ શક્તિશાળી સચિવ અને અધ્યક્ષ હતા. જે પોતે જ સફળ કેપ્ટનશીપ અંગે જાણકારી ધરાવતા હતા. અંતમાં સફેદ બોલના બંને સ્વરૂપો માટે બે અલગ અલગ કેપ્ટનની કોઈ જગ્યા જ ન રહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube