IND vs SA: સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, રોહિતને મળી વનડેની કમાન
ભારતે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે બીસીસીઆઈએ ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. આ સાથે પસંદગી સમિતિએ વનડે ટીમની કમાન પણ રોહિત શર્માને સોંપવાનો નિર્ણય લીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કમાન મળી છે, રોહિત શર્માને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમનો વાઇસ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. એટલે કે ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા અજિંક્ય રહાણેને ટેસ્ટમાં વાઇસ-કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, આર અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.
More details on #SAvIND tour here - https://t.co/zPwreJoFkT#TeamIndia
— BCCI (@BCCI) December 8, 2021
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ નીચે મુજબ છે:-
પ્રથમ ટેસ્ટ- 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન, સમય-1.30 PM (ભારતીય સમય)
બીજી ટેસ્ટ- જાન્યુઆરી 03-07, જોહાનિસબર્ગ, સમય-1.30 કલાક (ભારતીય સમય)
ત્રીજી ટેસ્ટ- 11-15 જાન્યુઆરી, કેપ ટાઉન, સમય-2.00 PM (ભારતીય સમય)
ભારત વિ દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીનું શેડ્યૂલ
1લી ODI - 19 જાન્યુઆરી, પાર્લ, સમય - 2.00 PM
2જી ODI - 21 જાન્યુઆરી, પાર્લ, સમય - બપોરે 2.00 વાગ્યે
ત્રીજી ODI - 23 જાન્યુઆરી, કેપટાઉન, સમય - બપોરે 2.00 કલાકે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે