માન્ચેસ્ટરઃ ન્યૂઝીલેન્ડે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતને 18 રનથી પરાજય આપીને આઈસીસી વિશ્વ કપ 2019ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મંગળવારે વરસાદને કારણે મેચ પૂરી ન થઈ શકી અને મેચ બુધવારે પૂરી થઈ હતી. કીવી ટીમે ભારતની સામે 240 રનનો લક્ષ્ય રાખ્યો હતો જેને ભારતીય ટીમ સંઘર્ષ બાદ પણ હાસિલ ન કરી શકી અને 49.3 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 221 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અવિશ્વસનીય હાર બાદ ભારતીય ટીમનો કેપ્ટન કોહલી ખૂબ દુખી જોવા મળ્યો હતો. તેણે મેચ બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું, હારને સ્વીકાર કરવી મુશ્કેલ થઈ રહી છે પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર હતી. પ્રથમ હાફમાં અમારૂ પ્રદર્શન સારૂ હતું. અમે વિચાર્યું હતું કે ન્યૂઝીલેન્ડને અમે એવા સ્કોર પર રોક્યું છે જેને હાસિલ કરી શકાય છે પરંતુ જે રીતે તેણે બોલિંગ કરી, અમે હારી ગયા. 


જાડેજાની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું, મને લાગે છે કે ન્યૂઝીલેન્ડના બોલરોએ જે પ્રકારના કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે, તે બધાએ જોવું જોઈએ. જાડેજાએ સારી રમત રમી. તેનું પ્રદર્શન ખુબ સકારાત્મક રહ્યું. ન્યૂઝીલેન્ડની ટીમ હકદાર હતી, તેણે અમારી પર દબાવ વધાર્યો હતો. મને લાગે છે કે અમારી શોટ પસંદગી વધુ સારી હોઈ શકતી હતી. 

ક્રીઝથી થોડો દૂર રહી ગયો વિશ્વનો બેસ્ટ ફિનિશર અને હારી ગયું ભારત

જાડેજાએ બનાવ્યા 77 રન
ભારત માટે જાડેજાએ 59 બોલ પર 77 રનની શાનદાર ઈનિંગ રમી અને એમએસ ધોનીએ 72 બોલ પર 50 રન બનાવ્યા હતા. આ બંન્ને વચ્ચેની સદીની ભાગીદારી પણ ભારતને જીત ન અપાવી શકી. અંતની ઓવરોમાં મહત્વના સમય પર ન્યૂઝીલેન્ડે આ બંન્ને વિકેટ ઝડપીને