ક્રીઝથી થોડો દૂર રહી ગયો વિશ્વનો બેસ્ટ ફિનિશર અને હારી ગયું ભારત

વિશ્વનો બેસ્ટ ફિનિશર પોતાની અંતિમ વિશ્વ કપ મેચમાં ક્રીઝથી થોડો દૂર રહી ગયો અને ભારત 18 રનથી મેચ હારી ગયું.
 

ક્રીઝથી થોડો દૂર રહી ગયો વિશ્વનો બેસ્ટ ફિનિશર અને હારી ગયું ભારત

માન્ચેસ્ટરઃ માન્ચેસ્ટરમાં રમાયેલી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ ટીમે ભારતને 18 રનથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતનું ત્રીજીવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું સપનું પણ તૂટી ગયું છે. ભારતીય ટીમને સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પરાજય આપ્યો, જેણે વોર્મ-અપ મેચમાં પણ પરાજય આપ્યો હતો. 

આ મેચમાં જાડેજા અને ધોની ટીમ ઈન્ડિયાને જીતની નજીક લઈને જઈ રહ્યાં હતા પરંતુ 49મી ઓવરમાં એમએસ ધોનીના રન-આઉટ થતાં ભારતની આશા પૂરી થઈ ગઈ. વિશ્વનો સૌથી સારો ફિનિશર પોતાની આખરી વિશ્વકપ મેચમાં ક્રીઝથી થોડી ઇંચ દૂર રહી હયો અને ભારત મેચ હારી ગયું હતું. 

આ મેચમાં જાડેજાએ 77 રન બનાવ્યા જ્યારે ધોનીએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ધોની અને જાડેજા વચ્ચે 116 રનની ભાગીદારી થઈ હતી. 

સેમિફાઇનલ મેચમાં ધોની પોતાની જૂની નબળાઇની સામે જજૂમતો જોવા મળ્યો હતો. ધોની સ્ટ્રાઇકને ઓછી રોટેટ કરી રહ્યો હતો અને વધુ ડોટ બોલ રમ્યા હતા. ધોનીની ધીમી બેટિંગને કારણે જાડેજા પર દબાવ વધ્યો અને 48મી ઓવરમાં તે આઉટ થઈ ગયો હતો. 

કુલ મળીને મધ્યમક્રમના બેટ્સમેનો માટે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ સારી રહી નથી. જેથી તેણે પોતા પર દબાવ બનાવી લીધો છે. આ મેચમાં જ્યારે ભારતને પોતાની રન ગતિ વધારવાની જરૂર હતી, તો ધોની લાચાર જોવા મળ્યો હતો. ધોની (50)એ 72 બોલમાં એક ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો હતો. 

ધોનીની બેટિંગને જોઈને આ પહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ટિપ્પણી કરી ચુક્યો છે. વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે, ધોનીએ પોતાના આ અપ્રોચ પર કામ કરવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news