લંડનઃ કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકોને આગ્રહ કર્યો કે માત્ર એક ટેસ્ટ મેચ બાદ ટીમની ખરાબ બેટિંગ પ્રદર્શનને લઈને સીધા નિષ્કર્ષ પર ન પહોંચો કારણ કે સમસ્યા ટેકનિકની જગ્યાએ માનસિકતા સાથે જોડાયેલી છે. ભારત ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ 31 રને ગુમાવી હતી. આ મેચમાં  માત્ર કોહલી જ બંન્ને ઈનિંગમાં 50 ઉપર રન ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ બીજા ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું, અમારે આટલું જલ્દી પરિણામ પર ન પહોંચવું જોઈએ. એક ટીમ તરીકે અમે સંયમ બનાવી રાખીએ છીએ. અમે આટલું જલ્દી અનુમાન નથી લગાવતા. અમે (અસફળતાઓ માટે) કોઇ રીત નથી જોતા. જ્યાં સુધી ઝડપથી વિકેટ પડવાની ચિંતા છે તો તે ટેકનિક સાથે જોડાયેલ નથી પરંતુ આ માનસિક પહેલુ વધુ છે. 


તેણે કહ્યું, પ્રથમ 20-30 બોલ કેમ રમવા છે તેને લઈને રણનીતિ સ્પષ્ટ હોવી જોઈએ અને હંમેશા આ રણનીતિમાં આક્રમકતા જોડાયેલી હોતી નથી. આ સમયે અમારે આક્રમકતાની જગ્યાએ ધૈર્ય રાખવાની જરૂરીયાત હોય છે. બેટિંગ યુનીટના રૂપમાં અમે તેના પર ચર્ચા કરી. 


કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવવામાં આવતા હતા પરંતુ કેપ્ટને પોતાનો બચાવ કરતા કહ્યું કે, તે પોતાના તરફથી સર્વશ્રેષ્ઠ આપી રહ્યો છે. તેણે કહ્યું, એક કેપ્ટનના રૂપમાં હું જેટલો પ્રયાસ કરી શકું છું કરી રહ્યો છું તથા ટીમ મેનેજમેન્ટ પાસેથી પણ સતત ફીડબેક મળતો રહે છે. લોકોને રમતને જોવાની પોતાની નજર બોય છે અને કેપ્ટનશિપના મામલે તેના પોતાના વિચાર હોય છે પરંતુ મને લાગે છે કે મારો તમામ ખેલાડીઓ સાથે સારો સંવાદ છે. 


કોહલીએ કહ્યું કે, ટીમના હિસાબે તે તેનું વિશ્લેષણ નથી કરતો કે હાર કેટલી ખરાબ હતી કારણ કે તેનું ધ્યાન આગામી મેચમાં ભૂલ ઓછી કરવા પર હોય છે. તેણે કહ્યું, બહારથી જોવા પર આ ઘણું ખરાબ લાગે છે વિશેષકરીને જ્યારે ટેસ્ટ ક્રિકેટ હોય અને અમે ઈંગ્લેન્ડમાં રમી રહ્યાં છીએ જ્યાં દરેક સ્થિતિમાં મુશ્કેલ હોય છે. પરંતુ અમારે માત્ર ભૂલ ઓછી કરવાની જરૂર છે અને તેમાં આગળ અમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. 



કોહલીએ સંકેત આપ્યો કે પિચ સુકેલી દેખાઈ રહી છે અને તેવામાં રવીન્દ્ર જાડેજા કે કુલદીપ યાદવના રૂપમાં બીજા સ્પિનરને ઉતારી શકાય છે. તેણે કહ્યું, આ આકર્ષક લાગી શકે છે. અત્યારે પિચ જોઈને આપ્યો છું જે કડક અને સુકી લાગી રહી છે. છેલ્લા બે મહિનાથી લંડનમાં ખૂબ ગરમી છે. પિચ પર સારૂ ઘાસ છે અને તે વિકેટ માટે જરૂરી પણ છે. કોહલીએ કહ્યું, બે સ્પિનરોની સાથે ઉતરવાનો વિચાર સારો લાગી રહ્યો છે પરંતુ અમે ટીમ સંતુલનને જોઈને નિર્ણય લેશું. પરંતુ બે સ્પિનર નિશ્ચિત રીતે ટીમમાં જગ્યાના દાવેદાર છે.