લંડનઃ વિશ્વ કપ 2019મા ભારતીય ટીમની સફર શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધી રમેલી બે મેચોમાં ટીમને વિજય પ્રાપ્ત થયો છે. મજબૂત ટીમો (સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ સારા પ્રદર્શન બાદ ટીમનો આત્મ વિશ્વાસ વધ્યો છે, અને ફેન્સ પણ ખુશ છે. પરંતુ વિરાટ કોહલી આ જીતથી વધુ ઉત્સાહિત ન થઈ રમત પર ધ્યાન આપવા ઇચ્છે છે. વિશ્વકપ જીતવાની ભારતની શું આશા છે, તેના પર વિરાટે કહ્યું કે, હજુ તેના પર કંઇ કહેવું ઉતાવળ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયા પર જીત બાદ વિરાટને સવાલ પૂછવામાં આવ્યો કે શું હવે સેમીફાઇનલ સુધીનો રસ્તો ભારત માટે સરળ થઈ જશે? તેના પર કોહલીએ કહ્યું કે, હજુ કંઇ કહી શકાય નહીં. તેણે કહ્યું કે, ઓછામાં ઓછી છ મેચો બાદ ખ્યાલ આવશે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં ક્યાં ઊભી છે. 


જરૂરી હતી ઓસ્ટ્રેલિયા પર જીત
મેચ બાદ કોહલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ જીતવી ભારતીય ટીમના આત્મવિશ્વાસ માટે જરૂરી હતી. તે બોલ્યો, અમે આ મેચને કોઈપણ ભોગે જીતવા ઈચ્છતા હતા કારણ કે આ પહેલા રમાયેલી સિરીઝ 2-3થી હાર્યા હતા. તે બોલ્યો, ભારતમાં તે સિરીઝ હાર બાદ આ જીત શાનદાર છે. અમે આ ટીમ વિરુદ્ધ ખુદને સાબિત કરવાના હતા. અમે અહીં મેચની પ્રથમ બોલથી મજબૂત ઈરાદા સાથે ઉતર્યા હતા. અમારી ઓપનિંગ ભાગીદારી શાનદાર રહી. મેં પણ અહીં કેટલાક રન કર્યા અને હાર્દિક અને ધોની જે અંદાજમાં રમ્યા તે શાનદાર હતું. 


વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈજાગ્રસ્ત શિખર ધવન ત્રણ સપ્તાહ માટે બહાર 


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત હાસિલ કરવા પર બોલ્યો કોહલી
શરૂઆતમાં મોટી ટીમો સામે મુકાબલાને કોહલી સારૂ માને છે. તેણે કહ્યું કે, આ સારૂ છે અને શરૂઆતમાં અમે મજબૂત ટીમો સામે રમી રહ્યાં છીએ. તેવામાં અમે જો પ્રથમ ફેઝમાં સારૂ કર્યું તો અમારી સેમીફાઇનલમાં પહોંચવાની આશા વધી જશે.