નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલન (Kisan Andolan) નો મુદ્દો હવે ભારતીય ક્રિકેટ ટીમની મીટિંગ સુધી પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ગુરૂવારે કહ્યુ કે, ટીમની મીટિંગમાં તેના પર સંક્ષિપ્ત ચર્ચા થી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝ શુક્રવારથી શરૂ થશે જેનો પ્રથમ મુકાબલો ચેન્નઈમાં રમાવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલી (Virat Kohli) ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ પહેલા વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં સંવાદદાતાઓના સવાલોનો જવાબ આપી રહ્યો હતો. તેને જ્યારે કિસાન આંદોલન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, આ મુદ્દા પર ટીમ બેઠકમાં સંક્ષિપ્ત ચર્ચા થઈ. 


India vs England: ઈંગ્લેન્ડના સામનો કરવા ભારત તૈયાર, જાણો કોણ કેટલું મજબૂત


તેણે લખ્યું, અસહમતિના આ સમયમાં આપણે બધા એક છીએ. કિસાન આપણા દેશનો એક અભિન્ન ભાગ છે અને મને આશા છે કે બદા પક્ષો વચ્ચે એક શાંતિપૂર્ણ સમાધાન નિકળશે જેથી શાંતિ સ્થપાય અને બધા મળીને આગળ વધી શકે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube