India vs England Match Preview: ઈંગ્લેન્ડના સામનો કરવા ભારત તૈયાર, જાણો કોણ કેટલું મજબૂત

India vs England Match Preview And Prediction: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં શુક્રવારથી રમાશે. આ મેચ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટના કરિયરની 100મી ટેસ્ટ છે. 

India vs England Match Preview: ઈંગ્લેન્ડના સામનો કરવા ભારત તૈયાર, જાણો કોણ કેટલું મજબૂત

ચેન્નઈઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર વાપસીથી પોતાના જુસ્સાનો દમદાર નમૂનો રજૂ કરી ઉત્સાહથી ઓતપ્રોત ભારતીય ટીમ હવે વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીમાં શુક્રવારથી શરૂ ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડ (ENG vs IND) નો સામનો કરશે જેમાં બન્ને ટીમોની નજર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઇનલમાં જગ્યા બનાવવા પર ટકેલી હશે. 

રૂટની 100મી ટેસ્ટ
કોવિડ-19ને કારણે લાંબા બ્રેક બાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે અને તેનો સામનો ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે છે જેની આગેવાની જો રૂટ (Joe Root) જેવો દમદાર બેટ્સમેન કરી રહ્યો છે. રૂટ પોતાની 100મી ટેસ્ટ રમશે. તેની પાસે વર્તમાન સમયનું સૌથી મજબૂત ફાસ્ટ બોલિંગ આક્રમણ અને આ રમતનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. પરંતુ ભારતીય ટીમને કોહલીની (Virat Kohli) વાપસીથી મજબૂતી મળી છે જે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ બાદ પેટરનિટી લીવ પર સ્વદેશ પરત ફર્યો હતો. 

બન્ને ટીમો છે બેજોડ ફોર્મમાં
ભારતે ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં ચમત્કારિક પ્રદર્શન કરી સિરીઝ 2-1થી જીતી જ્યારે ઈંગ્લેન્ડ શ્રીલંકાને 2-0થી ક્લીન સ્વિપ કરી અહીં પહોંચી છે. તેથી આ સિરીઝના મુકાબલા રોમાંચક થવાની સંભાવના છે. ભારતનો સામનો તે ઈંગ્લેન્ડ સામે છે જે છેલ્લા 15 વર્ષોમાં ભારતમાં ટેસ્ટ સિરીઝ  (2012) જીતનારી એકમાત્ર ટીમ છે. 

ભારતીય બેટ્સમોનોની થશે પરીક્ષા
ઈંગ્લેન્ડની પાસે રૂટના રૂપમાં એવો બેટ્સમેન છે જે જાણે છે કે ઉપમહાદ્વીપની પિચો પર સ્પિનરોનો કઈ રીતે સામનો કરે છે. શ્રીલંકામાં હાલમાં બે મોટી સદી ફટકારી તેણે સાબિત કર્યું હતું. જેમ્સ એન્ડરસન (James Anderson) અને સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) જેવા બોલર રોહિત શર્માના ધૈર્ય અને શુભમન ગિલની ટેકનીકની પરીક્ષા લેવા માટે તૈયાર છે. જોફ્રા આર્ચર પોતાના શોર્ટ પિચ બોલથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કરવાનો પ્રયાસ કરશે અને જો જૂનો બોલ રિવર્સ સ્વિંગ કરે તો બેન સ્ટોક્સ તેનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે. 

આત્મમુગ્ધતાથી બચવા ઈચ્છશે ભારત
ભારતીય વાઇસ કેપ્ટન અને ઓસ્ટ્રેલિયામાં કોહલીની ગેરહાજરીમાં ટીમની આગેવાની કરનાર અંજ્કિય રહાણે (Anjkiya Rahane) એ કહ્યુ, ઓસ્ટ્રેલિયાની સિરીઝ જીત ભૂતકાળની વાત છે. અમે ઈંગ્લેન્ડની ટીમનું સન્માન કરીએ છીએ અને એકવારમાં એક મેચ પર ધ્યાન આપીશું. સ્પષ્ટ છે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં જીત બાદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ કોઈપ્રકારની આત્મમુગ્ધતાથી બચવા ઈચ્છશે. 

ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ પિચો પર મજબૂત બેટિંગ બાદ હવે ભારતીય બેટ્સમેનોએ ચેન્નઈની લાલ માટી વાલી ધીમી પિચ પર તાલમેલ બેસાડવો પડશે. આ પિચમાં પ્રથમ દિવસે ઉછાળ હોય છે પરંતુ ત્રીજા દિવસથી તે સ્પિનરોને મદદ કરવાનું શરૂ કરી દે છે. ઓસ્ટ્રેલિયામાં ઘણા બોલનો પોતાના શરીરથી સામનો કરનાર ચેતેશ્વર પુજારા આ પ્રકારની પિચો પર મોટો સ્કોર બનાવવા ઈચ્છશે કારણ કે અહીં બોલ સતત કમરની ઉપર આવતો નથી.

ઈંગ્લેન્ડની આ છે સૌથી મોટી ખામી
ભારતીય બેટ્સમેનોને ઈંગ્લેન્ડના ધીમી ગતિના બોલરોનો સામનો કરવામાં વધુ મુશ્કેલી આવશે નહીં. મોઇન અલીને છોડીને ઈંગ્લેન્ડના બન્ને સ્પિનરો ડોમ બેસ અને જેક લીચને ભારતના દમદાર બેટ્સમેનોને બોલિંગ કરવાનો અનુભવ નથી. જ્યારે બોલ જૂનો થઈ જશે તો રિષભ પંત જેવો વિસ્ફોટક બેટ્સમેન તેના છોતરા કાઢી શકે છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં જગ્યા બનાવી લોર્ડસમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરવો છે તો તેણે સારા બોલિંગ સંયોજન સાથે ઉતરવું પડશે. 

ટીમ આ પ્રકારે છે..
ભારતઃ ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, રિષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, રિદ્ધિમાન સાહા, શાર્દુલ ઠાકુર.

ઈંગ્લેન્ડઃ ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), જેક ક્રાઉલી, ડોમિનિક સિબ્લી, રોરી બર્ન્સ, ઓલી પોપ, ડેન લોરેન્સ, બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), બેન ફોક્સ, મોઈન અલી, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ડોમિનિક બેસ, જેક લીચ, એલી સ્ટોન.

મેચ સમયઃ ભારતીય સમયાનુસાર સવારે 9.30 કલાકે શરૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news