નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મંગળવાર (5 માર્ચ)એ સદી ફટકારીને ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. તેણે બીજી વનડે મેચમાં 119 બોલમાં 116 રન ફટકાર્યા હતા. વિરાટની આ વનડે ક્રિકેટમાં ચોથી સદી છે. હવે તે સચિન તેંડુલકરની 49 સદીથી માત્ર 9 સદી દૂર છે. વનડે સહિના મામલામાં સચિન અને વિરાટની આસપાસ કોઈ નથી. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ (30) વનડેમાં સદી ફટકારવાના મામલામાં ત્રીજા નંબર પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીની 39મી અને 40મી સદીની સાથે એક સંયોગ પણ જોડાયેલો છે. વિરાટ કોહલીએ આ પહેલા જે સદી (39)મી ફટકારી તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હતી. ત્યારે તેણે ઓસ્ટ્રેલિયામાં વનડે સિરીઝના બીજા મેચમાં આ સદી ફટકારી હતી. એટલું જ નહીં તે દિવસે પણ મંગળવાર હતો અને આજે પણ મંગળવાર છે. આ મેચ પણ સિરીઝનો બીજો મેચ છે. વિરાટે જ્યારે 39મી સદી ફટકારી હતી ત્યારે ભારત 6 વિકેટે જીત્યું હતું. 


ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ ટાઇટલના 18 વર્ષના દુષ્કાળનો અંત લાવવા ઉતરશે પીવી સિંધુ અને સાઇના નેહવાલ 

વિરાટ કોહલીની નાગપુરના જાથમા સ્ટેડિયમમાં આ બીજી સદી છે. વિરાટે પોતાની ઈનિંગમાં 120 બોલનો સામનો કર્યો અને 10 બાઉન્ડ્રી ફટકારી હતી. એક સમયે ટીમ ઈન્ડિયાએ 75 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટે ત્યારબાદ વિજય શંકર સાથે 81 અને જાડેજા સાથે 67 રનની ભાગીદારી કરી હતી. વિરાટે આ પહેલા 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અહીં અણનમ 115 રન બનાવ્યા હતા. આ સાથે તેણે આ મેદાન પર સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં પૂર્વ કેપ્ટન ધોનીની બરોબરી કરી લીધી છે. 


જો આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, એટલે કે રમતના ત્રણેય ફોર્મેટને ભેગા કરીને વાત કરીએ તો સચિને સૌથી વધુ 100 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાનો પોન્ટિંગ 71 સદી સાથે બીજા સ્થાને છે. વિરાટ આ યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની 65મી સદી હતી.