વિરાટ કોહલી હવે નહીં ખરીદે 34 કરોડનો ફ્લેટ, પેન્ટહાઉસની શોધ શરૂ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ ફ્લેટને ખરીદવા માટે 2016માં ડીલ કરી હતી. પરંતુ કોઈ કારણોસર આ ડીલ રદ કરવામાં આવી છે.
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેના મુંબઈના ઘર વિશે સમાચાર આવી રહ્યાં હતા કે તોએ જલદી નવા ઘરમાં શિફ્ટ થશે. તે માટે તેણે 2016માં ઓંકાર રિયલ્ટર્સ એન્ડ ડેવલોપર્સના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઓંકાર 1973 પાસેથી વર્લી વિસ્તારમાં 34 કરોડનું ઘર ખરીદ્યું હતું. પરંતુ હવે જાણવા મળ્યું કે તેણે આ ડીલને રદ્દ કરી દીધી છે. વિરાટ મુંબઈમાં હજુ સુધી ભાડાના ઘરમાં રહી રહ્યો છે.
7,000 સ્કવેર ફૂટવાળા આ ફ્લેટની ડીલને 20 માર્ચે રદ્દ કરી દેવામાં આવી છે. ઇકોનોમિક્સ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર, આ ફ્લેટનું બાંધકામ હજુ ચાલુ છે. પરંતુ આ દરમિયાન વિરાટે તેને ખરીદવાનો ઈદારો બદલી નાખ્યો છે. આ ફ્લેટ 35માં ફ્લોર પર હતો. તે માટે વિરાટે ચાર કાર પાર્કિંગ માટે પણ એરિયા ખરીદ્યો હતો.
મીડિયા રિપોર્ટ અને માર્કેટ સૂત્રો અનુસાર કોહલી હવે એક પેન્ટહાઉસ સોધી રહ્યો છે. કોહલી આ પેન્ટ હાઉસને બાંદ્રા અને વર્સોવાની વચ્ચેના વિસ્તારમાં ખરીદવા ઈચ્છે છે. વિરાટ પોતાની પત્ની અનુષ્કા સાથે આ સયે વર્લીની એક બિલ્ડિંગના 40માં માળે ભાડાના ઘરમાં રહે છે.
અત્યારે વિરાટ ભાડાના ઘરમાં રહે છે
વિરાટ અને અનુષ્કા અત્યારે મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. આ ફ્લેટ એની બેસેન્ટ રોડ પર આવેલો છે. તેનો કારપેટ એરિયા 2675 સ્કેવર ફૂટ છે. આ 40માં માળે છે. તેનો ફોટો હાલમાં વિરાટે ટ્વીટ કર્યો હતો. ડીએનએ અનુસાર, કોહલી અત્યારે જે ફ્લેટમાં રહે છે તે માટે તેણે 1.50 કરોડ ડિપોઝિટ આપી છે. તે સિવાય તેણે 1.01 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.
વિરાટ કોહલી અત્યારે આરામ કરી રહ્યો છે. તે 7 એપ્રિલથી શરૂ થઈ રહેલા આઈપીએલમાં બેંગલુરૂ ટીમનું નેતૃત્વ કરશે.