દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસીએ સોમવારે જારી કરેલા તાજા ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં બેટ્સમેનોના ક્રમમાં 10માં સ્થાન પર ખસકી ગયો છે. તેના સાથી લોકેશ રાહુલ અને રોહિત શર્મા ક્રમશઃ બીજા અને 11માં સ્થાને યથાવત છે. કોહલી (673)ને એક સ્થાનનું નુકસાન થયું છે. મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 મેચોની સિરીઝમાં તેણે 4 ઈનિંગમાં 105 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડની 2-1થી જીત દરમિયાન બે અડધી સદીની મદદથી 136 રન બનાવનાર કેપ્ટન ઇયોન મોર્ગન કુલ 687 પોઈન્ટની સાથે 9માં સ્થાન પર પહોંચી ગયો છે. ઈજાને કારણે ટીમથી બહાર ચાલી રહેલ રોહિત શર્મા 662 પોઈન્ટની સાથે 11માં સ્થાન પર છે. પાકિસ્તાનનો બાબર આઝમ આ યાદીમાં ટોપ પર છે. આઝમના 879 પોઈન્ટ છે. રાહુલ 823 પોઈન્ટની સાથે બીજા સ્થાને છે. 


CSA: ફાફ ડુ પ્લેસિસે છોડી દક્ષિણ આફ્રિકાની કમાન, જણાવ્યું આ કારણ  


ડિ કોકને ફાયદો
બેટ્સમેનોમાં આફ્રિકાનો ક્વિન્ટન ડિ કોક 10 સ્થાનના ફાયદાથી 16માં જ્યારે તેનો ઓપનિંગ જોડીદાર તેમ્બા બાવુમા 127 સ્થાનની લાંબી છલાંગ સાથે 52માં સ્થાને પહોંચી ગયો છે. બાવુમાએ ત્રણ ઈનિંગમાં 153.75ની સ્ટ્રાઇક રેટથી 123 રન બનાવ્યા હતા. 


બોલરોમાં બુમરાહ 12માં સ્થાને
બોલરોના રેન્કિંગમાં ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વેસ્ટ ઈન્ડિઝના બોલર શેલ્ડન કોટરેલની સાથે સંયુક્ત 12માં સ્થાન પર છે. આફ્રિકાનો સ્પિનર તબરેજ શમ્સી નવ સ્થાનની છલાંગ સાથે ટોપ-10માં સામેલ થઈ ગયો છે. તે આઠમાં સ્થાન પર છે. ઈંગ્લેન્ડનો સ્પિનર આદિલ રાશિદ આફ્રિકાના એન્ડિલે ફેહલુકવાયોને પછાડીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. 


B'day Special: 31 બોલમાં ફટકારી હતી સદી, આજે પણ અજેય છે એબીનો આ વર્લ્ડ રેકોર્ડ   


મોહમ્મદ નબી અને રાશિદ ખાન છવાયા
સિરીઝમાં પાંચ ઝડપનાર અને બીજી મેચમાં નિર્ણાયક અંતિમ ઓવર ફેંકીને ઈંગ્લેન્ડને બે રનથી મળેલી જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ટોમ કુરેન 28 સ્થાનની છલાંબ સાથે ટોપ-30માં સામેલ થઈ ગયો છે. બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં ક્રમશઃ રાશિદ ખાન અને મોહમ્મદ નબી ટોપ પર છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર