વર્લ્ડ ક્રિકેટમાં કેપ્ટન કોહલીનો ડંકો, એલન બોર્ડરની કરી બરોબરી
ભારતીય ટીમે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રને પરાજય આપ્યો છે. વિરાટ કોહલીની કેપ્ટન તરીકે ટેસ્ટ મેચમાં આ 32મી જીત છે.
ઈન્દોરઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (virat kohli) ઈન્દોર ટેસ્ટ મેચમાં (indore test) બાંગ્લાદેશ વિરુદ્ધ (IND vs BAN) જીત મેળવી એક મોટી સિદ્ધી પોતાના નામે કરી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી (virat kohli) સૌથી વધુ જીત અપાવનાર કેપ્ટનોની યાદીમાં પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એલન બોર્ડરની (Alan Border) બરોબરી કરી લીધી છે.
કોહલીએ ભારતીય ટીમના કેપ્ટન તરીકે 52 ટેસ્ટ મેચોમાં 32 જીત મેળવી છે. એલન બોર્ડરે પોતાની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને 93 ટેસ્ટ મેચોમાં 32 જીત અપાવી હતી. પરંતુ કોહલીએ બોર્ડરથી ઓછી ટેસ્ટ મેચોમાં 32 જીત હાસિલ કરી છે.
વિશ્વના સૌથી સફળ કેપ્ટન
53 ટેસ્ટમાં જીત, ગ્રીમ સ્મિથ (કુલ 109 ટેસ્ટ)
48 ટેસ્ટમાં જીત, રિકી પોન્ટિંગ (કુલ 77 ટેસ્ટ)
41 ટેસ્ટમાં જીત, સ્ટીવ વો (કુલ 57 ટેસ્ટ)
36 ટેસ્ટમાં જીત, ક્લાઇવ લોયડ (કુલ 74 ટેસ્ટ)
32 ટેસ્ટમાં જીત, વિરાટ કોહલી (કુલ 52 ટેસ્ટ)
32 ટેસ્ટમાં જીત, એલન બોર્ડર (કુલ 93 ટેસ્ટ)
INDvsBAN: ઈન્દોરમાં ત્રીજા દિવસે હાર્યું બાંગ્લાદેશ, ભારતનો ઈનિંગ અને 130 રને વિજય
ભારતીય કેપ્ટનોની વાત કરીએ તો વિકાટ કોહલી સૌથી વધુ ટેસ્ટ જીત અપાવનાર કેપ્ટન છે. એમએસ ધોની અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજ કેપ્ટનો તેનાથી પાછળ છે. ધોનીએ પોતાની આગેવાનીમાં ભારતને 60 ટેસ્ટમાં 27 જીત અપાવી હતી.
ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન
32 ટેસ્ટમાં જીત, વિરાટ કોહલી (કુલ 52 ટેસ્ટ)
27 ટેસ્ટમાં જીત, એમએસ ધોની (કુલ 60 ટેસ્ટ)
21 ટેસ્ટમાં જીત, સૌરવ ગાંગુલી (કુલ 49 ટેસ્ટ)
14 ટેસ્ટમાં જીત, મોહમ્મદ અઝહરુદ્દીન (કુલ 47 ટેસ્ટ)
કોહલી સૌથી પહેલા 2014મા ટેસ્ટમાં ભારતીય ટીમનો કેપ્ટન બન્યો હતો. 2014મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ધોનીએ ટેસ્ટમાંથી નિવૃતી લેતા કોહલીને સમાન સોંપવામાં આવી હતી.
IPL 2020: યુવરાજ, ઉથપ્પા સહિત 71 ખેલાડીઓ બહાર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈન્દોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રને પરાજય આપીને ભારતે બે મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં 22 નવેમ્બરથી બીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. આ ડેસ્ટ મેચ ડે-નાઇટ હશે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube