Virat Kohli T20 WC Record: ટી20 વર્લ્ડકપ 2022  (T20 World Cup 2022) માં વિરાટ કોહલી (Virat Kohli) શાનદાર લયમાં જોવા મળ્યા છે. તેમણે આ વર્ષે રમાઇ રહેલી ટી20 વર્લ્ડકપમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલી ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ સમાચાર લખાય રહ્યા છે ત્યાં સુધી વિરાટે કુલ 1024 રન બનાવી લીધા છે. આ પહેલાં પૂર્વ શ્રીલંકાઇ બેટ્સમેન મહેલા જયવર્ધને ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં 1016 રન સાથે નંબર વન પર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટે આ રેકોર્ડ ફક્ત 23 ઇનિંગમાં પોતાના નામ કરી લીધો છે. જ્યારે મહેલા જયવર્ધનેએ 1016 રન બનાવવા માટે 31 ઇનિંગનો સહારો લીધો હતો. મહેલા જયવર્ધનેની સરેરાશ 39.07 રહી. તો બીજી તરફ વિરાટ કોહલીએ 85 થી વધુની રનરેટથી આ રનોનો આંકડો પાર કરી લીધો છે. 

આ પણ વાંચો: હદ કર દી આપને: છોકરા-છોકરીની રોમેન્ટિક મસ્તીનો આ વીડિયો જોઇને આંખો થઇ જશે પહોળી


આ પણ વાંચો: સૌથી સસ્તી 7 સીટર કાર પર તૂટી પડ્યા લોકો, ખૂબ થયું વેચાણ, કિંમત 5 લાખથી પણ ઓછી
  
સારો રહ્યો ટી20 વર્લ્ડકપ 2022
ટી20 વર્લ્ડકપ 2022 માં અત્યાર સુધી વિરાટ કોહલીએ શાનદાર પરફોર્મ કર્યું છે. પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી પહેલી મેચમાં તેમણે અણનમ 82 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ નેધરલેંડ્સ વિરૂદ્ધ રમાયેલી આ મેચમાં વિરાટના બેટ વડે 62* રનની ઇનિંગ રમી હતી. જોકે સાઉથ આફ્રીકા વિરૂદ્ધ રમાયેલી આ મેચમાં તેમના બેટ શાંત જોવા મળ્યું હતું. આફ્રીકા વિરૂદ્ધ વિરાટ 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube