સૌથી સસ્તી 7 સીટર કાર પર તૂટી પડ્યા લોકો, ખૂબ થયું વેચાણ, કિંમત 5 લાખથી પણ ઓછી
Cheapest 7 seater car: તમને જણાવી દઇએ કે ઇકોની કિંમત 4.63 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અને 5.94 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધી જાય છે. તેની લંબાઇ 3,675mm, પહોળાઇ 1,475mm અને ઉંચાઇ 1,800mm છે. વ્હી
Trending Photos
Cheapest 7 seater car: સપ્ટેમ્બર મહિનો કાર કંપનીઓ માટે શાનદાર રહ્યો છે. મોટાભાગની કંપનીઓએ પોઝિટિવ ગ્રોથ નોંધાયો છે. મારુતિ સુઝુકીની અલ્ટો દેશની સૌથી વધુ વેચાનાર કાર રહી છે. તેના 24,844 યૂનિટ્સ વેચાયા છે. તો બીજી તરફ મારૂતિ બ્રેજા દેશની સૌથી વધુ વેચાનાર એસયૂવી ગાડી રહી છે. મારૂતિની વધુ એક ગાડીએ વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીની સૌથી સસ્તી ગાડી સપ્ટેમ્બર 2022 માં દેશની સૌથી વધુ વેચાનાર 7 સીટર કાર રહી છે. ખાસ વાત છે કે તેની કિંમત 5 લાખ રૂપિયાથી ઓછી છે.
સૌથી વધુ વેચાઇ આ 7 સીટર કાર
જે ગાડીની વાત કરી રહ્યા છીએ તે મારૂતિ સુઝુકી ઇકો (Maruti Suzuki Eeco) છે. આ દેશની સૌથી સસ્તી 7 સીટર કાર તો છે જ, સાથે જ દેશની સૌથી વધુ વેચાનાર 7 સીટર કાર પણ છે. આ ગાડીના ગત મહિને 12,697 યૂનિટ્સ વેચાયા છે. જ્યારે સપ્ટેમ્બર 2021 માં આ ગાડીની 7,844 યૂનિટ્સ વેચી શકી હતી. આ પ્રકારે માહિતી ઇકોએ 61 ટકાનો ગ્રોથ નોંધાયો છે.
Maruti Eeco ની કિંમત અને ફીચર્સ
તમને જણાવી દઇએ કે ઇકોની કિંમત 4.63 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અને 5.94 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધી જાય છે. તેની લંબાઇ 3,675mm, પહોળાઇ 1,475mm અને ઉંચાઇ 1,800mm છે. વ્હીલબેસની વાત કરીએ તો તે 2,350 mm છે. મારૂતિ ઇકોમાં ડુઅલ ટોન ઇંટીરિયર સાથે એસી, શાનદાર કેબિન સ્પેસ, રિયર પાર્કિંગ સેંસર, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને સીટ બેલ્ટ રિમાઇંડર જેવા ફીચર્સ એડ છે.
મારૂતિ ઇકો ગાડી પેટ્રોલ અને સીએનજી બંને વર્જનમાં ઉપલબ્ધ છે. તેમાં 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન છે. જેથી 73PS નો પાવર અને 98Nm ટોર્ક જનરેટ થાય છે. તો CNG કિટ સથે તેનું એન્જીન 63PS નો પાવર અને 85Nm ટોર્ક પેદા કરે છે. કંપનીનો દાવો છે કે પેટ્રોલ વેરિએન્ટ 16.11kmpl ની માઇલેજ અને સીએનજી વેરિએન્ટ 20.88 kmpl માઇલેજ આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે