નવી દિલ્હીઃ વર્ષ 2013મા ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વિરાટ કોહલીને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. તે વર્ષે વચ્ચે સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ટીમનો કેપ્ટન પસંદ કર્યો હતો.ત્યારબાદ અત્યાર સુધી 8 સીઝન રમાઈ છે. તેમાંથી પાંચ વખત રોહિતની આગેવાની વાળી ટીમ જીતી છે, જ્યારે વિરાટની આગેવાનીમાં આરસીબી એકવાર ફાઇનલ રમી છે. તેવામાં હવે મુંબઈએ રોહિતની આગેવાનીમાં પાંચમું ટાઇટલ જીત્યું તો ફરી એકવાર વિરાટ કોહલીને ટ્રોલ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં મંગળવાર 10 નવેમ્બરે આઈપીએલ 2020ની ફાઇનલ મેચ મુંબઈ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. આ ટાઇટલ મેચમાં મુંબઈએ દિલ્હીને પાંચ વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ બધા મુંબઈના કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી રહ્યાં છે. આ વચ્ચે ફેન્સે વિરાટ કોહલીને ખુબ ટ્રોલ કર્યો છે. ફેન્સ ઈચ્છે છે કે રોહિત શર્માને ઓછામાં ઓછી ભારતીય ટી20 ટીમની કમાન મળવી જોઈએ, જ્યારે વનડે અને ટેસ્ટના કેપ્ટન પદે કોહલી યથાવત રહેવો જોઈએ. તો કેટલાક ફેન્સે તો વિરાટ અને રોહિતની ફિટનેસની પણ તુલના કરી દીધી છે. 


એક ફેને લખ્યુ છે કે નોકઆઉટ મેચોમાં વિરાટ કોહલી ચોક કરી જાય છે, જ્યારે રોહિત શર્માનો રેકોર્ડ શાનદાર છે. તો કેટલાક અન્ય ફેન્સે ફિલ્મ અને વેબ સિરીઝના ડાયલોગનો ઉપયોગ કરતા વિરાટ કોહલીની મજાક ઉટાવી છે. તો એક ફેન્સે વિરાટને ઘમંડી ગણાવ્યો છે. તો એક વ્યક્તિએ તનૂ વેડ્સ મનૂ રિટર્ન્સનો ડાયલોગ શેર કર્યો છે કે વિરાટ કોહલી રોહિતને કહી રહ્યો છે કે અહીં એકવાર ઘોડી પર ચઢવુ નસીબમાં નથી અને તે ઘોડી પરથી ઉતરી રહ્યો નથી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર