20 ઈનિંગ, 0 સદી, કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે કેપ્ટન કોહલી
23 નવેમ્બર 2019ના પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિરાટ કોહલીના બેટથી છેલ્લા ત્રણ મહિનાથી સદી નિકળી નથી. ત્યાં સુધી કે તેણે 23 નવેમ્બર બાદથી અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ઈનિંગ રમી છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વનડે અને ટી20 ક્રિકેટમાં 50 કે તેથી વધુની એવરેજથી રન બનાવી રહ્યો છે. આ સિવાય તે હાલના સમયમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર સક્રિય ક્રિકેટર છે. વિરાટ કોહલી અત્યાર સુધી 70 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ચુક્યો છે, પરંતુ 71મી સદી ફટકારવા માટે તેણે ખુબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
23 નવેમ્બર 2019ના પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિરાટ કોહલીના બેટથી છેલ્લા ત્રણ મહિનાથી સદી નિકળી નથી. ત્યાં સુધી કે તેણે 23 નવેમ્બર બાદથી અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ઈનિંગ રમી છે, પરંતુ એકવાર તે ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નથી. તેવામાં વિરાટ કોહલીએ આઈસીસી વનડે અને ટેસ્ટ રેન્કિંગમાં તેનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. વિરાટ ટેસ્ટ અને વનડેમાં નંબર-1 બેટ્સમેન છે.
તમને જાણીને નવાઇ લાગશે કે વિરાટ કોહલીના એક દાયકાથી વધુ લાંબા કરિયરમાં આમ બીજીવાર છે જ્યારે તેણે આટલી ઈનિંગ રમી છે અને એકપણ સદી ફટકારી નથી. આ પહેલા 2014માં સતત 20 ઈનિંગમાં વિરાટ કોહલી સદી ફટકારી શક્યો નહોતો. વિરાટ કોહલીની છેલ્લી 5 ટેસ્ટ ઈનિંગમાં નજર કરીએ તો તેણે 12 રન, શૂન્ય, 136, 2 રન અને 19 રન બનાવ્યા છે.
women t20 world cup: આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે
આ છે વિરાટ કોહલીની છેલ્લી 20 ઈનિંગ
70મી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ અણનમ 94 રન, અણનમ 70 રન, 4 રન, શૂન્ય, 85 રન, અણનમ 30 રન, 26 રન, 16 રન, 78 રન, 89 રન, 45 રન, 11 રન, 38 રન, 11 રન, 51 રન, 15 રન, 9 રન અને 19 રનની ઈનિંગ રમી છે.
જો આ ન્યૂઝીલેન્ડના પ્રવાસની વાત કરીએ તો વિરાટ કોહલીએ અત્યાર સુધી 9 ઈનિંગમાં માત્ર એક અડધી સદી ફટકારી છે. 4 ટી20 મેચમાં વિરાટે 45 રન, 11 રન, 38 રન અને 11 રન બનાવ્યા હતા, જ્યારે 3 વનડે મેચોમાં 51 રન, 15 રન અને 9 રન બનાવ્યા હતા. તો વેલિંગ્ટન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 2 અને બીજી ઈનિંગમાં 19 રન બનાવ્યા હતા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube