નવી દિલ્હી: ન્યૂઝિલેંડએ ટીમ ઇન્ડીયાને વિશ્વ  ટેસટ ચેમ્પિયનશિપ (World Test Championship) ની ફાઇનલમાં ધૂળ ચટાડી દીધી. આ સાથે જ કીવી ટીમ દુનિયાની પહેલી ટેસ્ટ ચેમ્પિયન બની ગઇ છે. ક્રિકેટ જગતના ઇતિહાસમાં 144 વર્ષમાં પહેલીવાર દુનિયાને ન્યૂઝિલેંડના રૂપમાં તેમની પ્રથમ ટેસ્ટ ચેમ્પિયન મળી ગઇ છે. જોકે જીતના જોશમાં ન્યૂઝિલેંડના કેટલાક ફેન્સે તમામ હદો પાર કરી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝિલેંડના ફેન્સએ પાર કરી તમામ હદો
જોકે ન્યૂઝિલેંડની વેબસાઇટ AccNZ એ ઇંસ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં એક મહિલાએ એક પુરૂષના ગળામાં પટ્ટો બાંધેલો છે અને દોરી હાથમાં પકડી છે. જે મહિલા છે તેણે આ ફોટામાં કાઇલ જેમિસન (Kyle Jamieson) બતાવવામાં આવ્યો છે. તો બીજી તરફ ગળામાં પટ્ટો બાંધેલો છે તેને વિરાટ કોહલી (Virat Kohli) બતાવવામાં આવ્યો છે. 

Operation Hanjipora: સેનાના જવાને કંઇક આવ્યું કહ્યું, આતંકવાદીએ તાત્કાલિક કરી દીધું સરેંડર, જુઓ Video


આ ફોટો પોસ્ટ થતાં જ ભારતીય ફેન્સ ગુસ્સે ભરાયા છે અને આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. જ્યાં એકતરફ ન્યૂઝિલેંડની ટીમ ખેલ ભાવના માટે જાણિતી છે તો બીજી તરફ કીવી ફેન્સના આ વ્યવહારથી લોકો નિરાશ છે. 


તમને જણાવી દઇએ કે ફાઇનલ મુકાબલમાં બંને ઇનિંગમાં કાઇલ જેમિસન (Kyle Jamieson) એ વિરાટ કોહલીને (Virat Kohli) આઉટ કર્યો. તો બીજી તરફ પહેલી ઇનિંગમાં તેમણે 5 વિકેટ પ્રાપ્ત કરી અને બીજી ઇનિંગમાં 2 વિકેટ લીધી.  


જીત બાદ મેદાન પર ફેન્સે કરી હતી આ હરકત
ન્યૂઝિલેંડની જીત બાદ સ્ટેંડસમાં ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. કીવી ટીમે સપોર્ટ કરવા આવ્યા ફેન્સેએ જીત બાદ પોતાનો શર્ટ ઉતારવાનું શરૂ કર્યું. થોડીવારમાં સ્ટેન્ડ્સમાં બેઠેલા દરેક ફેન્સ શર્ટલેસ થઇ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને ફેન્સ તેને ખૂબ કરી રહ્યા છે. 


ન્યૂઝિલેંડના ફેન્સના આ વ્યવહાર માટે ઓલરાઉન્ડર જિમ્મી નીશમએ બધાની માફી પણ માંગી છે. નીશમે આ ભારતીય ફેન્સના ટ્વીટનો જવાબ આપતાં લખ્યું કે 'હાં બિલકુલ આ ધૃણિત વ્યવહાર માટે માફી માંગુ છું. લોકોની હિંમત કેવી થઇ 'ચોટ ચેક કરવાની' પોતાની ટી શર્ટ આમ તેમ લહેરાવવાની. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube