Virat Kohli, T20 World Cup 2022: એશિયા કપ 2022 ટીમ ઇન્ડિયાના ધાકડ બેટ્સમેન વિરાટ કહોલી માટે ઘણી સફળ રહી. આ ટૂર્નામેન્ટથી પહેલા તે ઘણો ખરાબ ફોર્મથી સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ એશિયા કપ 2022 માં વિરાટ કહોલીનું બેટ ખુબ ચાલ્યું. આ બધા વચ્ચે એક એવું નિવેદન સામે આવ્યું છે જેણે સૌને ચોંકાવ્યા છે. આ નિવેદન વિરાટ કહોલીના સંન્યાસ લેવા પર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટના સંન્યાસ લેવા પર ચૌંકાવનારું નિવેદન
વિરાટ કોહલીએ હાલમાં પોતાના ફોર્મમાં વાપસી કરી છે. તેણે એશિયા કપ 2022 ની છેલ્લી મેચમાં પોતાની પહેલી ટી20 સદી ફટકારી હતી. આ બધા વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. શોએબ અખ્તરનું માનવું છે કે વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ 2022 બાદ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરશે.


આ પણ વાંચો:- ચહેરા માટે ઝેર છે દરરોજ ખવાતી આ 7 વસ્તુ, આજથી ખાવાનું બંધ કરો


ભવિષ્યને જોતા લેશે રિટાયરમેન્ટ
પાકના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક લાઈવ સેશન દરમિયાન વિરાટ કોહલીના રિટાયરમેન્ટ પર કહ્યું, ટી20 વર્લ્ડ કપ 2022 બાદ વિરાટ કોહલી કદાચ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લેશે. તે આવું કરી શકે છે જેથી તે ક્રિકેટના અન્ય ફોર્મેટમાં લાંબા સમય સુધી પોતાની જાતને ટકાવી શકે. જો હું તેમની જગ્યાએ હોત તો ભવિષ્યને જોતા આ નિર્ણય લેતો. શોએબ અખ્તરનું માનવું છે કે એક ફોર્મેટને છોડવાથી વિરાટ લાંબા સમય સુધી ક્રિકેટ રમી શકીએ છીએ.


આ પણ વાંચો:- વધુ એક ભારતીય ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ, તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ


શાહિદ આફ્રિદીએ પણ કહી આ વાત
હાલમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ સંન્યાસ લેવાની સલાહ આપી હતી. શાહિદ આફ્રિદીએ એક પાકિસ્તાની ટીવી ચેનલથી વાતચીત દરમિયાન કહ્યું હતું. વિરાટ કોહલીએ પોતાના કરિયરની શાનદાર શરૂઆત કરી હતી. તેમણે પોતાનું નામ બનાવવા માટે ખુબ વધારે મહેનત કરી છે. તે એક ચેમ્પિયન ખેલાડી છે. પરંતુ એક સમય આવે છે જ્યારે તમે સંન્યાસ તરફ વધી રહ્યા હોવ છો અને એવામાં તમારે સંન્યાસની જાહેરાત ત્યારે કરવી જોઇએ. જ્યારે તમે તમારા કરિયરના ટોપ પર હોવ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube