Virat Kohli ની ટીમના ખેલાડીએ છોકરી સાથે કરી હતી છેડતી, સામે આવ્યો શરમજનક કિસ્સો
ભારતની ઇન્ડીયમ પ્રીમિયર લીગ (IPL) દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ગણવામાં આવે છે. આ લીગમાં દુનિયાભરના ખેલાડી રમવા માટે આતુર રહે છે.
નવી દિલ્હી: ભારતની ઇન્ડીયમ પ્રીમિયર લીગ (IPL) દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ગણવામાં આવે છે. આ લીગમાં દુનિયાભરના ખેલાડી રમવા માટે આતુર રહે છે. તેની પાછળ એક મોટું કારણ એ છે કે આ લીગ વડે ખેલાડીઓની સંપત્તિ અને ઇજ્જત બંનેમાં વધારો થાય છે. પરંતુ ઘણીવાર આઇપીએલમાં એટલા મોટા વિવાદ થયા છે કે તેના લીધે બબાલ મચી ગઇ છે.
આ ખેલાડી છોકરી સાથે કરી હતી છેડતી
વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશિપવાળી આરસીબી (RCB) ટીમના એક ખેલાડીએ એકવાર મોટો વિવાદ ઉભો થયો હતો. જોકે આઇપીએલ 2012 માં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર લ્યૂક પોર્મ્સબેક (Luke Pomersbach) એ એક અમેરિકન છોકરી જોહલ હમીદ સાથે શારિરીક છેડતી કરવી ભારે પડી ગઇ હતી. હમીદે 17 મે, 2012 ના રોજ નવી દિલ્હી હોટલ સ્ટાફને જાણકારી આપતાં પોલીસે બોલાવીને લ્યૂકની ધરપકડ કરી હતી.
Shubman Gill ના પ્રેમમાં ફીદા થઇ Sara Tendulkar? આ કારણના લીધે જગ જાહેર થઇ ગયો પ્રેમ!
માલ્યાના પુત્રએ છોકરીના કેરેક્ટર પર ઉભા કર્યા હતા સવાલ
આ મમાલે વિજય માલ્યા (Vijay Malya) ના પુત્ર સિદ્ધાર્થ માલ્યા (Sid Malya) એ ટ્વીટ કરી હમીદે કેરેક્ટર પર જ સવાલ ઉભા થયા હતા. સિદ્ધાર્થએ હમીદની ઉપર પણ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જોકે પછી આ બંને મામલે કોર્ટમાંથી બહાર પરસ્પર પતાવટથી મામલો પતાવી દીધો હતો. પરંતુ તે સમયે આ મુદ્દે ખૂબ ચર્ચાઓ ચાલી હતી.
સપ્ટેમ્બરમાં ફરી શરૂ થશે આઇપીએલ
આઇપીએલ (IPL) ને આ વર્ષે લગભગ બે વર્ષ બાદ ફરીથી ભારતમાં આયોજિત કરવામાં આવી હતી. પરંતુ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે કોહરામ મચાવી દીધો. ત્યારબાદ આઇપીએલને વચ્ચે રોકવી પડી. આ મોટી લીગને બાયો-બબલમાં ખેલાડી કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. હવે આ લીગને એકવાર ફરીથી 19 સપ્ટેમ્બરથી યૂએઇમાં શરૂ કરવામાં આવશે. જ્યારે ફાઇનલ મુકાબલા 15 ઓક્ટોબરથી રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube