Top-5 batsman of IPL 2023: IPL 2023 ની પ્રથમ મેચમાં જે બે ટીમો આમને-સામને હતી તે આ સિઝનની છેલ્લી મેચમાં પણ એકબીજાનો સામનો કરશે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે વર્તમાન IPL સિઝનની ફાઇનલ મેચ 28 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન એક પૂર્વ ક્રિકેટરે IPL 2023ના ટોપ-5 બેટ્સમેનોની પસંદગી કરી છે, પરંતુ તેણે તેમાં વિરાટ કોહલી અને શુભમન ગિલનું નામ ન લઈને બધાને ચોંકાવી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે IPL 2023ના શ્રેષ્ઠ 5 બેટ્સમેનોની પસંદગી કરી છે. ક્રિકબઝ પર વાત કરતા તેમણે કહ્યું કે હું ઓપનિંગ બેટ્સમેન પસંદ નહીં કરું કારણ કે તેને ઘણી તકો મળે છે. તેણે કહ્યું કે મારા મગજમાં પહેલો બેટ્સમેન રિંકુ સિંહ છે કારણ કે આજ સુધી એવું બન્યું નથી કે કોઈ બેટ્સમેને સતત 5 સિક્સર મારીને ટીમને જીત અપાવી હોય. માત્ર રિંકુએ જ આ કરી બતાવ્યું છે.


આ પણ વાંચો:
IPL 2023 માં સૂર્યકુમાર યાદવની મોટી સિદ્ધિ, તુટતા-તુટતા રહી ગયો સચીનનો મોટો રેકોર્ડ!
સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી Malaika Arora, જુઓ સિઝલિંગ વીડિયો 
most expensive rice: આ છે દુનિયાના સૌથી મોંઘા ચોખા, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!


રિંકુ સિંહ પછી સેહવાગે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા શિવમ દુબેનું નામ લીધું. જણાવી દઈએ કે વર્તમાન સિઝનમાં તેણે 160થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. આ પછી તેણે કહ્યું કે ત્રીજા નંબર પર મારે IPL 2023ના ખતરનાક ઓપનર યશસ્વી જયસ્વાલનું નામ લેવું પડશે.


સેહવાગે મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવને ચોથા નંબરે રાખ્યો હતો. તેણે કહ્યું કે હું તેનું નામ એટલા માટે લઈ રહ્યો છું કારણ કે તે IPL પહેલા ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ રહ્યો હતો. IPLની શરૂઆતમાં પણ તેનું ફોર્મ ખાસ નહોતું, પરંતુ હવે તે સારી બેટિંગ કરી રહ્યો છે. આ પછી સેહવાગે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા હેનરિક ક્લાસેનનું છેલ્લું નામ લીધું. તેણે કહ્યું કે આ ખેલાડીએ ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે.


આ પણ વાંચો:
What To Do On Dog Bite: જો કૂતરુ કરડે તો પહેલા શું કરવું જોઈએ? એક્સપર્ટ પાસેથી જાણો
Cannes 2023 માં અનુષ્કા શર્માની એન્ટ્રી, ઓફ શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર મચાવી ધૂમ
Budh gochar 2023: આગામી 17 દિવસ આ 2 રાશિઓ પર આવી શકે છે મુસીબત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube