નવી દિલ્લીઃ એક વ્યક્તિએ વીરેન્દ્ર સેહવાગના કરિયરને નવું જીવનદાન આપ્યું હતું. વીરેન્દ્ર સેહવાગને વર્ષ 2008માં અનિલ કુંબલેએ ટીમ ઈન્ડિયામાં જગ્યા આપી હતી. ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં બે વખતે ત્રિપલ સેન્ચુરી ફટકારનાર પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનું કરિયર 2007માં એન્ડ થવાનું હતું, પણ એક વ્યક્તિએ આવું થવાથી બચાવી લીધું. અને ત્યારબાદ વીરુંએ પાછળ ફરીને નથી જોયું. હક્કિતમાં વીરેન્દ્ર સેહવાગને વર્ષ 2007માં ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ખરાબ ફોર્મના કારણે વીરુંને એક વર્ષ માટે ટીમમાં બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2007માં ખત્મ થઈ જતે વીરુનું કરિયર-
આ પછી એક વ્યક્તિ આવ્યો વીરેન્દ્ર સેહવાગના કરિયરમાં જેણે તેની કારર્કિદીને નવું જીવન આપ્યું. 2008માં વીરુને અનિલ કુંબલેએ ચાન્સ આપ્યો. વીરું એ સમયની વાત કરતા જણાવે છે કે, મને અચાનકથી ખબર પડી કે હું ટેસ્ટ ટીમનો ભાગ નથી. સેહવાગે સ્પોર્ટ્સ 18ના હોમ ઓફ હીરોઝ શોમાં કહ્યું કે, વર્ષ 2007માં અચાનક મને જાણ થઈ કે હું ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. જો મને એક વર્ષ માટે ડ્રોપ કરવામાં ન આવ્યો હોત તો ટેસ્ટ ક્રિકેટમાં મે 10 હજાર રન પુરા કરી દીધા હોત.


આ વ્યક્તિએ આપ્યો ચાન્સ તો બદલાઈ ગઈ કિસ્મત-
સેહવાગએ માન્યું કે 2007માં ટીમ ઈન્ડિયાના તે સમયના કેપ્ટન અનિલ કુંબલેએ તેમની ખત્મ થઈ રહેલી કારર્કિદીને બચાવી હતી. વર્ષ 2007-2008ના ઓસ્ટ્રેલિયા ટૂરની ત્રીજી ટેસ્ટ મેચ પર્થમાં રમાવવાની હતી અને સેહવાગથી પહેલા ટીમ કેનબેરા ગઈ હતી. જ્યાં પ્રેક્ટિસ મેટ રમાવવાની હતી.


સેહવાગ ઠોકી સેન્ચુરી-
સેહવાગને જણાવ્યું કે આ પ્રેક્ટિસ મેચ પહેલા કુંબલે તેને કહ્યું કે આ મેચમાં તું હાફ સેન્ચુરી કરશે તો તને પર્થની ટેસ્ટમાં સ્થાન આપીશ. સેહવાગે આ વાતને ગંભીરતાથી લીધી અને લંચ બ્રેક પહેલા જ સેન્ચુકી ઠોકી દીધી. જે બાદ સેહવાગને ટેસ્ટ ટીમમાં સ્થાન અપાયું.


પ્લેઈંગ ઈલેવનનો ભાગ બન્યો સેહવાગ-
આ પછી વીરેન્દ્ર સેહવાગને 2007-2008ના ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો. અને સેહવાગે 63 રન કર્યા. સેહવાગે કહ્યું કે આ મારા કરિયરના સૌથી મુશ્કેલ 60 રન હતા.