IND vs NZ: કાલથી પ્રેક્ટિસ મેચ, ઓપનિંગ જોડી અને સ્પિનર પર રહેશે નજર
વનડે સિરીઝમાં 0-3થી ક્લીન સ્વીપ થયા બાદ વિરાટ કોહલીની ટીમ માટે આગામી સપ્તાહે શરૂ થઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા આ પ્રેક્ટિસ મેચ મહત્વની છે.
હેમિલ્ટનઃ ભારતીય ટીમ શુક્રવારથી જ્યારે ન્યૂઝીલેન્ડ XI વિરુદ્ધ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં ઉતરશે, તો બધાની નજર ઓપનિંગ જોડી અને સ્પિનરો પર રહેશે. વનડે સિરીઝમાં 0-3થી પરાજય બાદ વિરાટ કોહલીની ટીમ માટે આગામી સપ્તાહે શરૂ થઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝની પહેલા આ પ્રેક્ટિસ મેચ ખુબ મહત્વની છે. આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 3.30 કલાકે શરૂ થશે.
ભારત આનાથી સારી પ્રેક્ટિસ મેચની આશા કરી શકતું નહોતું કારણ કે વિરોધી ટીમમાં ન્યૂઝીલેન્ડના ઘણા સીનિયર અને એ ટીમના ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાં લેગ સ્પિનર ઈશ સોઢી, ઓલરાઉન્ડર જિમી નીશામ અને વિકેટકીપર ટીમ સીફર્ટ પણ સામેલ છે.
ટીમમાં હાલમાં સીમિત ઓવરોની સિરીઝ રમનાર સ્કાટ કુગ્ગેલેન અને બ્લેયર ટિક્નર પણ સામેલ છે, જેથી પૃથ્વી શો અને શુભમન ગિલ બંન્નેને પ્રેક્ટિસ કરવાની સારી તક મળશે. આ બંન્ને 21 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટની અંતિમ ઇલેવનમાં જગ્યા બનાવવાની દાવેદારી રજૂ કરી રહ્યાં છે.
શુભમન કેપ્ટનને દેખાડવા ઈચ્છશે કે તે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ માટે તૈયાર છે. સપાટ પિચ પર ટીમમાં સામેલ બે મુખ્ય સ્પિનરો રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની પણ પરીક્ષા થશે, જેને ડિરેલિ મિશેલ, ટોમ બ્રૂસ અને સીફર્ટ જેવા બેટ્સમેનો વિરુદ્ધ પોતાને ચકાસવાની તક મળશે.
અભ્યાસ મેચમાં સારૂ પ્રદર્શન કરીને અશ્વિન પ્રથમ ટેસ્ટની અંતિમ ઇલેવનમાં જગ્યા બનાવવાની દોડમાં જાડેજાને પછાડી શકે છે, જે પોતાની ઓલરાઉન્ડર ક્ષમતાની મદદથી હજુ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ ઇલેવનમાં ડેન ક્લીવર પણ સામેલ છે, જેણે ભારત એ વિરુદ્ધ બે ટેસ્ટમાં 196 અને 53 રનની ઈનિંગ રમી હતી. તેની પાસે પસંદગીકારોને પ્રભાવિત કરવાની વધુ એક તક બશે.
આ મેચને પ્રથમ શ્રેણીનો દરજ્જો હાસિલ નથી, જેનો ઇરાદો ટીમના પ્રત્યેક ખેલાડીને 50થી 100 બોલ રમવાની તક આપવી અને સાથે બોલરોને લય હાસિલ કરાવવામાં મદદ કરવાનો છે. યજમાન ટીમ પણ સામાન્ય રીતે પ્રેક્ટિસ મેચમાં નબળી ટીમ ઉતારે છે, જેથી મહેમાન ટીમના સારા ખેલાડીઓ વિરુદ્ધ પોતાને પારખવાની તક ન મળે પરંતુ સારા ખેલાડીઓની હાજરીમાં આ પ્રેક્ટિસ મેચ ખુબ રોમાંચક થવાની આશા છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડેમાં કન્નડમાં વાત કરતા જોવા મળ્યા લોકેશ રાહુલ અને મનીષ પાંડે
ટીમ આ પ્રકારે છે-
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, રિદ્ધિમાન સાહા, હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શણી, ઉમેશ યાદવ, રવિચંદ્રન અશ્વિન, રિષભ પંત, નવદીપ સૈની અને શુભમન ગિલ.
ન્યૂઝીલેન્ડ XI: ડેરિલ મિશેલ (કેપ્ટન), ફિન એલન, ટોમ બ્રૂસ, ડેન ક્લીવર, હેનરી કૂપર, સ્કોટ કુગ્ગેલેન, જિમી નીશામ, રચિન રવીન્દ્ર, ટિમ સીફર્ટ, ઈશ સોઢી, બ્લેયર ટિક્નર અને વિલ યંગ. 13મો ખેલાડીઃ જેક ગિબ્સન (શુક્રવાર) અને સ્કોટ જાનસન (શનિવાર અને રવિવાર).
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube