ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડેમાં કન્નડમાં વાત કરતા જોવા મળ્યા લોકેશ રાહુલ અને મનીષ પાંડે

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ દરમિયાન કર્ણાટકના બે ખેલાડીઓ લોકેશ રાહુલ અને મનીષ પાંડેએ બેટિંગ કરતા સમયે કન્નડમાં વાત કરી હતી. 

Trending Photos

 ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડેમાં કન્નડમાં વાત કરતા જોવા મળ્યા લોકેશ રાહુલ અને મનીષ પાંડે

નવી દિલ્હીઃ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની ત્રીજી વનડે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મુકાબલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતના સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલ અને મનીષ પાંડે કન્નડમાં વાતચીત કરતા જોવા મળી રહ્યાં છે. 

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ દરમિયાન કર્ણાટકના બે ખેલાડીઓ લોકેશ રાહુલ અને મનીષ પાંડેએ બેટિંગ કરતા કન્નડમાં વાત કરી હતી. તેનાથી રાજ્યના ક્રિકેટ-પ્રેમી ખુશ છે. મેદાન પર લાગેલા માઇકના માધ્યમથી રાહુલ અને પાંડેની વાતનો ખ્યાલ આવ્યો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

— Santhosh B N ಮೀಕು (@SanthoshkumarBN) February 12, 2020

મેચના પ્રસારણ દરમિયાન 'બારથીરા' (શું તું આવીશ), 'ઓડી ઓડી બા' (આવો દોડો), 'બેડા બેડા' (નહીં નહીં) અને 'બા બા' (આવી જા) જેવા શબ્દો સાંભળવા મળ્યા જેને સાંભળીને વિશ્વના કન્નડ ભાષી ખુબ ખુશ હશે. 

મનીષે પોતાની સ્કૂલી શિક્ષા બેંગલુરૂમાં હાસિલ કરી છે જ્યારે રાહુલનો પરિવાર રાજ્યના તુમકુરનો રહેવાસી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news