સ્મિથ અને વોર્નરની સાથે ઓસ્ટ્રેલિયા જીતી શકે છે વિશ્વકપઃ શેન વોર્ન
દિગ્ગજ બોલર શેન વોર્ને કહ્યું કે, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ટીમમાં આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપ જીતી શકે છે. તેણે કહ્યું કે, આ બંન્ને ખેલાડી ફ્રેશ થઈને પરત આવશે જે ઓસ્ટ્રેલિયા માટે મદદરૂપ હશે.
સિડનીઃ મહાન સ્પિનર શેન વોર્ને બુધાવારે કહ્યું કે, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષના પ્રતિબંધને કારણે તેની ભૂખ પહેલા કરતા વધી શકે છે અને તેની વાપસી ઓસ્ટ્રેલિયાને વિશ્વકપ અપાવી શકે છે.
બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે આ બે સ્ટાર ખેલાડીઓના રાજ્ય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર લાગેલો એક વર્ષનો પ્રતિબંધ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે અને આ વર્ષે ઈંગ્લેન્ડમાં વિશ્વક ટાઇટલની રક્ષાના અભિયાન માટે આ બંન્નેને ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મળી શકે છે.
આ બંન્ને ખેલાડીઓની હાલમાં કોણીની સર્જરી થી અને હવે જોવાનું હશે કે તે વાપસી કરતા આંતરરાષ્ટ્રીય સ્તર પર કેવું પ્રદર્શન કરે છે કારણ કે ઈંગ્લેન્ડમાં પરિસ્થિતિ સરળ રહેશે નહીં.
13 વખતની વિજેતા રિયલ મેડ્રિડ ચેમ્પિયન્સ લીગમાંથી બહાર, રોનાલ્ડોની ખોટ પડી
વોર્નને કોઈ શંકા નથી કે બંન્ને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને તેને બ્રેકથી ફાયદો થશે. વોર્ન આ વાત પોતાના અનુભવથી કરી રહ્યો છે. આ દિગ્ગજ સ્પિનરને પણ 2003માં પ્રતિબંધિત દવાઓ માટે પોઝિટિવ સાબિત થતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ઘણા લોકોએ કહ્યું કે, તે ફરી વાપસી નહીં કરી શકે પરંતુ વોર્ને શાનદાર વાપસી કરી અને ઘણા વર્ષ સુધી ક્રિકેટ રમ્યો હતો.
વોર્ને ફોક્સ સ્પોર્ટસને કહ્યું, ઘણી વખત તમને બ્રેક માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, જેમ મારી સાથે થયું, મારે 12 મહિના બહાર રહેવું પડ્યું હતું. તેનો અર્થ થાય છે તમે રિલેક્સ થઈ જાવ છો.
જ્યારે-જ્યારે સ્ટોઇનિસે બનાવ્યો 50+ સ્કોર, ઓસ્ટ્રેલિયાને મળી હાર
તેણે કહ્યું, તમારુ મગજ ફ્રેશ થઈ જાય છે, તમારી ભૂખ વધી જાય છે અને તમે અનુભવો કે ક્રિકેટ તમારા માટે કેટલું મહત્વપૂર્ણ છે. વોર્ને કહ્યું, આજ કારણ છે કે હું કરી રહ્યો છું કે ઓસ્ટ્રેલિયા વિશ્વકપ જીતી શકે છે. તે સીધા વાપસી કરશે, ભૂખ્યા હશે. તે શરૂઆતી મેચોમાં નર્વસ હશે પરંતુ તે તેના માટે સારૂ હશે.