13 વખતની વિજેતા રિયલ મેડ્રિડ ચેમ્પિયન્સ લીગમાંથી બહાર, રોનાલ્ડોની ખોટ પડી

રોનાલ્ડો ગયા બાદ રિયલનું પ્રદર્શન ખરાબ થયું છે. તે સ્પેનિશ ફુટબોલ લીગ લા લીગામાં ત્રીજા સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર રહેલા બાર્સિલોનાથી 12 પોઈન્ટ પાછળ છે.

 13 વખતની વિજેતા રિયલ મેડ્રિડ ચેમ્પિયન્સ લીગમાંથી બહાર, રોનાલ્ડોની ખોટ પડી

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ લીગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એજૈક્સે રિયલ મેડ્રિડને હરાવી દીધું છે. એજૈક્સે બીજા ગેલના મેચમાં રિયલને તેના હોમગ્રાઉન્ડ પર 4-1થી પરાજય આપ્યો હતો. રિયલે 13 વખત આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી છે. છેલ્લા પાંચ વર્ષેમાં તે ચાર ફાઇનલ જીતી પરંતુ આ વખતે ટીમ અંતિમ-8માં પહોંચી શકી નથી. રિયલ નવ વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે. છેલ્લે 2010માં તેને લિયોને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યું હતું. ટીમના સ્ટાર મિડફીલ્ડર લુકા મોડ્રિચે કહ્યું કે, અમને ક્રિસ્ટિયાનો રોનાલ્ડનો ખોડ પડી છે. 

રોનાલ્ડો હતો ત્યારે ચાર વખત ચેમ્પિયન્સ લીગ જીતી હતી મેડ્રિડે
મેડ્રિડે ગત વર્ષે રોનાલ્ડોને યુજવેન્ટ્ને વહેંચી દીધો હતો. રોનાલ્ડોએ યુજવેન્ટ્ માટે 26 મેચમાં 19 ગોલ કર્યા છે. તેની ટીમ ઇટાલિયન ફુટબોલ લીગ સીરી-એમાં કોઈપણ મેચ હારી નથી. તો રોનાલ્ડોએ મેડ્રિડ માટે 2009થી 2018 સુધી 292 મેચોમાં 311 ગોલ કર્યા હતા. તે ટીમમાં હતો ત્યારે ટીમે 2014, 2016, 2017 અને 2018માં ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ જીત્યું હતું. 

મેડ્રિડ એક સપ્તાહમાં બાર્સિલોના સામે બે વાર હાર્યું
રોનાલ્ડો ગયા બાદ રિયલનું પ્રદર્શન ખરાબ થયું છે. તે સ્પેનિશ ફુટબોલ લીગ લા લીગામાં ત્રીજા સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર રહેલા બાર્સિલોનાથી 12 પોઈન્ટ પાછળ છે. તેનાથી તેની ટૂર્નામેન્ટ જીતવાની સંભાવના ઓછી છે. રિયલ કોપા ડેલ રે કપમાંથી પણ બહાર થઈ ગયું છે. તેને સેમીફાઇનલમાં બાર્સિલોનાએ હરાવ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં બાર્સિલોના સામે તે બે વાર હોમગ્રાઉન્ડ બર્નબેઉમાં હાર્યું છે. કોપા ડેલ રે કપ બાદ હવે ચેમ્પિયન્સ લીગમાંથી પણ બહાર થઈ ગયું છે. 

એજૈક્સના ચાર ખેલાડીઓએ કર્યો ગોલ
મેચમાં પ્રથમ ગોલ એજૈક્સ માટે હાકિમ જિયાચે 7મી મિનિટે કર્યો હતો. ત્યારબાદ ડેવિડ નીરેસે 18મી અને ડુસન ટડિચે 62મી મિનિટે ગોલ કરીને ટીમને 3-0ની લીડ અપાવી હતી. રિયલ માટે માર્કો એસેંસિયોએ 70મી મિનિટે ગોલ કરીને સ્કોર 3-1 કર્યો હતો. એજૈક્સના લાસે શોનેએ 72મી મિનિટમાં ગોલ કરીને નિર્ણાયલ 4-1ની લીડ મેળવી લીધી હતી. 

16 વર્ષ બાદ ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યું એજૈક્સ
ચાર વખતની ચેમ્પિયન્સ લીગ વિજેતા ટીમ એજૈક્સ 16 વર્ષ બાદ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી છે. છેલ્લે 2003માં તે અંતિમ-8માં પહોંચી હતી. એજૈક્સની ટીમ 1995 બાદ ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. તેને કેપ્ટન મૈથિજ ડી લિગટે જીત બાદ કહ્યું, અમે જાણતા હતા કે આ પરિણામ હાસિલ કરવું સંભવ છે. ટીમને ખ્યાલ હતો કે તમામ ખેલાડી પોતાની ક્ષમતા પ્રમાણે રમે તો કોઈપણ વિપક્ષી ટીમ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news