ફરી વિવાદોમાં IPL, ડ્રેસિંગ રૂમમાં સ્મોકિંગ કરતો જોવા મળ્યો આરોન ફિન્ચ, જુઓ Video
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી છે. ઘણા યૂઝરોએ આઈપીએલમાં ડ્રેસિંગ રૂમના નિયમો પર સવાલ ઉઠાવ્યો અને આરસીબી તથા ફિન્ચની ટીકા કરી હતી.
દુબઈઃ ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ એકવાર ખરી ખરાબ સમાચારને કારણે ચર્ચામાં છે. આઈપીએલ 2020ની 33મી મેચમાં વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમે રાજસ્થાન રોયલ્સ (RR)ને સાત વિકેટે હરાવી હતી. શનિવારે મેચની અંતિમ ઓવર દરમિયાન જ્યારે આરસીબીને છેલ્લા 6 બોલમાં 10 રનની જરૂર હતી, તો કેમેરામેને ટીમના ડ્રેસિંગ રૂમન તરફ કેમેરો ફેરવ્યો. આ દરમિયાન ઓપનર આરોન ફિન્ચ સ્મોકિંગ કરતો જોવા મળ્યો હતો. તે લગભગ ઈ-સિગારેટ પી રહ્યો હતો.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી છે. ઘણા યૂઝરોએ આઈપીએલમાં ડ્રેસિંગ રૂમના નિયમો પર સવાલ ઉઠાવ્યો અને આરસીબી તથા ફિન્ચની ટીકા કરી હતી. તેવામાં એકવાર ફરી ખરાબ સમાચારને કારણે આઈપીએલ ચર્ચામાં છે.
MIvsKXIP: આજે મજબૂત મુંબઈ સામે ટકરાશે પંજાબ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
ડિવિલિયર્સે આરસીબીને અપાવી જીત
13 ઓવર સમાપ્ત થઈ ચુકી હતી અને આરસીબીને હજુ 42 બોલમાં 76 રનની જરૂર હતી. કાર્તિક ત્યાગીના બોલ પર તેવતિયાએ કોહલીનો શાનદાર કેચ ઝડપી લીધો હતો. જીત માટે હજુ 36 બોલમાં 72 રનની જરૂર હતી. ત્યારબાદ ડિવિલિયર્સે છગ્ગાનો વરસાદ કરી ટીમને સાત વિકેટે જીત અપાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube