જુઓ, શાનદાર જીત બાદ આંદ્રે રસેલે કઈ રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ
વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે ઈડન ગાર્ડનમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન તેની પત્ની પણ હાજર હતી. ડ્રેસિંગ રૂમમાં તમામ સાથી ખેલાડીઓએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.
કોલકત્તાઃ પોતાના 31માં જન્મદિવસથી થોડા સમય પહેલા જ આંદ્રે રસેલે 40 બોલ પર 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેના બેટની કમાલને કારણે કોલકત્તાની ટીમે આ મેચમાં વિજય મેળવ્યો હતો. રસેલે બોલિંગમાં પણ કમાલ કર્યો અને શરૂઆતમાં મુંબઈને બે મહત્વપૂર્ણ ઝટકા આપ્યા હતા.
મેચ બાદ રસેલે કેકેઆરના સ્પેશિયલ ફેન હર્ષુલ ગોએનકાની સાથે જન્મદિવસ ઉજવ્યો. હર્ષુલ સેગેબ્રલ પાલ્સીનો દર્દી છે.
ડ્રેસિંગ રૂમમાં જતા પહેલા રસેલે હર્ષુલ સાથે હાથ મિલાવ્યો અને તેની સાથે ફોટો પડાવ્યો હતો. રસેલ ડ્રેસિંગ રૂમમાં જતા જ ધમાકેદાર ઉજવણી શરૂ થઈ. તેના સાથે સુનીલ નરેન અને કેપ્ટન દિનેશ કાર્તિકે તેને કેક ખવડાવી અને ખેલાડીઓએ તેના મોઢા પર કેક લગાવી દીધી હતી.
મેચ દરમિયાન ઈડન ગાર્ડનમાં રસેલની પત્ની જૈસિમ લોરા પણ હાજર હતી. મહત્વનું છે કે, રસેલ આ આઈપીએલમાં સતત ફોર્મમાં રહ્યો છે. તેણે અત્યાર સુધી 12 મેચોમાં 486 રન બનાવ્યા છે. વેસ્ટઈન્ડિઝના આ ઓલરાઉન્ડરને કારણે કેકેઆરને ઘણી વખત વિજય મળ્યો છે. કોલકત્તાએ અત્યાર સુધી પાંચ મેચોમાં જીત હાસિલ કરી છે જેમાંથી ચારમાં રસેલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે.