નવી દિલ્હી: જો તમે ક્રિકેટના ચાહક છો તો સંભવત: વિરાટ કોહલી (Virat Kohli)ને મેચ દરમિયાન ડીજેની ધૂન પર ડાન્સ કરતા જોયો જ હશે. વિરાટ માટે આ કોઇ નવી વાત નથી. મેચ દરમિયાન જ્યારે પણ બ્રેક હોય છે અને ડીજે વાગે ત્યારે તે ડાન્સ કરવા લાગે છે. પરંતુ ગુરૂવારે તો જાણે તેને તક મળી ગઇ. ભારત અને વેસ્ટઇન્ડિઝ (India vs West Indies)ની વચ્ચે ગુરૂવારે રમાઇ રહેલી વન ડે મેચમાં વરસાદે ત્રણ વખત બ્રેક પાડ્યો. આ બ્રેક એટલો લાંબો હતો કે છેલ્લે મેચ રદ્દ જ કરવી પડી હતી. પરંતુ વિરાટ કોહલી આ તક પર પણ મસ્તી કરવાનું ભુલ્યો નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શુભમન ગિલ : આ યુવા ભારતીય ખેલાડીએ તોડ્યો ગૌતમ ગંભીરનો રેકોર્ડ


ભારત અને વેસ્ટઇન્ડિઝની મેચ ગુરૂવારે વરસાદના કારણે મોડી શરૂ થઇ. હજુ તો 6 ઓવર જ રમાઇ હતી કે ફરી વરસાદ શરૂ થઇ ગયો. મેચ રોકાઇ તો ડીજે શરૂ થઇ ગયું. વિરાટ કોહલીએ આ તકનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો અને ડાન્સ કરવા લાગ્યો. તે જોઇને ક્રિસ ગેલ (Chris Gayle) પણ કેમ પાછો પડે. તેણે કોહલીને ડાન્સ કરતા જોઇ પોતાને રોકી ન શક્યો. ભારત અને વેસ્ટઇન્ડિઝની રમાઇ રહેલી પહેલી વન ડેમાં 13 ઓવર જ રમાઇ હતી કે ત્યારબાદ મેચ રદ કરવી પડી હતી.


આ પણ વાંચો:- વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરીકોમના સિલેકશનને લઇ સર્જાયો વિવાદ, જાણો કેમ...


સેનાની ડ્યૂટી કરી રહ્યો છે MS Dhoni, 15 ઓગસ્ટે અહીં લહેરાવી શકે છે ધ્વજ


આપણા કેપ્ટન વિરાટ કોહલીને જોઇ કેદાર જાધવ પણ ડાન્સ કરવા લાગ્યો. વિરાટ કોહલી આ પહેલા વર્લ્ડ કપની મેચમાં બ્રેક દરમિયાન ભાંગડા કરતા જોવા મળ્યા હતો. તેણે પાકિસ્તાનના બાબર આઝમ અને ન્યૂઝીલેન્ડના હેનરી નિકોલ્સના આઉટ થવા પર જશ્ન પણ ડીજેની ધૂન પર ડાન્સ કરી માનવ્યો હતો.


જુઓ Live TV:- 


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...