વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરીકોમના સિલેકશનને લઇ સર્જાયો વિવાદ, જાણો કેમ...

એઆઇબીએ વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ (AIBA women's world boxing championships) માટે ભારતની ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમમાં 6 વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરકોમ (MC Mary Kom)ની પસંદગી થતાની સાથે જ વિવાદ પણ સર્જાયો છે

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરીકોમના સિલેકશનને લઇ સર્જાયો વિવાદ, જાણો કેમ...

નવી દિલ્હી: એઆઇબીએ વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ (AIBA women's world boxing championships) માટે ભારતની ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમમાં 6 વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરકોમ (MC Mary Kom)ની પસંદગી થતાની સાથે જ વિવાદ પણ સર્જાયો છે. ટીમના સિલેક્શન પ્રોસેસને લઇને સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. 23 વર્ષીય બોક્સર નિખત ઝરીને તો પત્ર લખી ભારતીય બોક્સિંદ એસોસિએશન (BFI)ને આ વિશે જાણ કરી છે.

વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓની પસંદગી કરવાના ઉદેશ્યથી ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ત્રણ દિવસ સુધી ટ્રાયલ્સ થયા. ટ્રાયલ્સ ગુરૂવારે સમાપ્ત થયા. ત્યારબાદ ભારતીય બોક્સિંગ એસોસિએશન (Boxing Federation of India)એ ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. ટીમમાં એમસી મેરીકોમ (51 કિગ્રા) અને સરિતા દેવી (60 કિગ્રા) સહિત કુલ 10 મહિલા બોક્સરને એઆઇબીએ વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરી છે.

એમસી મેરીકોમ (51 કિગ્રા) અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર લોવલિના બોરગોહેન (69 કિગ્રા)ના તેમના સતત સારા પ્રદર્શન માટે વગર ટ્રયલે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જોકે, 51 કિગ્રા વર્ગમાં ટ્રયલ ન થવાથી નિખત ઝરીન નારાજ જોવા મળી રહી છે. તેણે ભારતીય બોક્સિંગ એસોસિએશન (BFI)ને આ વિશે પત્ર પણ લખ્યો હતો.

ઇન્ડિયા ઓપનમાં સિલ્વર મેડલ જીતનાર નીરઝ (57 કિગ્રા) અને જામુના બોરા (54 કિગ્રા)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 75 કિગ્રા વર્ગમાં એશિયન ચેમ્પિયનશિપની સિલ્વર મડેલ વિજેતા પૂજા રાનીને માત આપી સ્વીટી બૂરાને ટૂર્નામેન્ટની ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત 48 કિગ્રા વર્ગમાં મંજૂ રાની અને 64 કિગ્રામાં મંજૂ બોમબોરિયા ભારત તરફથી રિંગમાં ઉતરશે. નંદિનીને 81 કિગ્રા અને કવિતા ચહલને પ્લસ 81 કિગ્રા વર્ગની ટીમમાં સામેલ કરવામાં આવી છે.

ભારતીય ટીમ: મંજૂ રાની (48), એમસી મેરીકોમ (51), જમૂના બોરા (54), નીરઝ (57), સરિતા દેવી (60), મંજૂ બોમ્બોરિયા (64), લવલીના બોર્ગોહેન (69), સ્વીટી બૂરા (75), નંદિની (81), અને કવિતા ચહલ (81 પ્લસ)

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news