બર્મિંઘમઃ મહિલાઓના લોન બોલ્સ ફોર્સ અને પુરૂષ ટેબલ ટેનિસ ટીમના ઐતિહાસિક ગોલ્ડન પ્રદર્શન બાદ વેટલિફ્ટર વિકાસ ઠાકુરે પણ કમાલ કર્યો છે. તેણે કોમનવેલ્થ ગેમ્સ 2022ના 96 કિલોગ્રામ વર્ગનો સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. અનુભવી ઠાકુરે કુલ 346 કિલોગ્રામ (155 કિલો અને 191 કિલો) વજન ઉઠાવી બીજુ સ્થાન હાસિલ કર્યું અને આ દરમિયાન તેણે સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાકુરનો કોમનવેલ્થ ગેમ્સમાં આ બીજો સિલ્વર મેડલ છે. તે 2014 ગ્લાગ્લો ગેમ્સમાં પણ બીજા સ્થાને રહ્યો હતો, જ્યારે ગોલ્ડ કોસ્ટ 2018મા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સમોઆના ડોન ઓપેલોગેએ કુલ 381 કિલોગ્રામ વજન ઉઠાવી રેકોર્ડ પ્રદર્શનની સાથે ગોલ્ડ મેડલ જીત્યો અને પોતાના 2018ના પ્રદર્શનમાં સુધાર કર્યો જ્યાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. 


આ પણ વાંચોઃ CWG 2022: મિક્સ ટેબલ ટેનિસમાં ભારતને મળ્યો ગોલ્ડ, આ ત્રણ ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ


ફિઝીના ટેનિએલા દુઇસુવા રેનીબોગીએ કુલ 343 કિલો વજન ઉઠાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રાષ્ટ્રમંડળ ચેમ્પિયનશિપના પાંચ વખતના મેડલ વિજેતા ઠાકુરે સ્નેચના ત્રણ પ્રયાસમાં 149 કિલો, 153 કિલો અને 155 કિલો વગન ઉઠાવ્યો અને તે આ વર્ગ પૂરો થયા બાદ સંયુક્ત રૂપથી ત્રીજા સ્થાને ચાલી રહ્યો હતો. ક્લીન એન્ડ જર્કમાં ઠાકુરે 187 કિલો વજન ઉઠાવી શરૂઆત કરી હતી. 


બીજા પ્રયાસમાં તેણે 191 કિલો વજન ઉઠાવવામાં થોડી મુશ્કેલી સહન કરી પરંતુ પંજાબનો આ વેટલિફ્ટર આ પ્રયાસમાં સફળ રહ્યો હતો. સિલ્વર મેડલ નક્કી થયા બાદ ઠાકુરે પોતાના અંતિમ પ્રયાસમાં 198 કિલો વજન ઉઠાવવાનો પ્રયાસ કર્યો જે તેના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી એક કિલો વધુ હતો. 


આ પણ વાંચોઃ CWG 2022: ભારતે રચ્યો ઈતિહાસ, લોન બોલની મહિલા ટીમ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ


પરંતુ તે વજન ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો. પરંતુ આ સ્પર્ધા ઓપેલોગેના નામે રહી જેણે સ્નેચ, ક્લીન એન્ડ જર્ક તથા કુલ ભાર ત્રણેય વર્ગમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો. સ્થાનીય દાવેદાર સિરિલ ટીચેટચેટે નિરાશ કર્યા કારણ કે તે ક્લીન એન્ડ જર્કમાં એકપણ કાયદેસર પ્રયાસ કરી શક્યો નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube