નવી દિલ્હીઃ કેરેબિયન ક્રિકેટ ચાહલો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડીઝ ટીમ આ વર્ષે ભારતમાં રમાનાર વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે નહીં. ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા ક્વોલિફાયર મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝે સ્કોટલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે સ્કોટલેન્ડને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે 39 બોલ બાકી રહેતા હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ કપમાં ક્વોલિફાઈ ન કરી શકતું વિન્ડીઝ ટીમ માટે શરમજનક ઘટના છે. ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ વનડે વિશ્વકપ રમશે નહીં. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે દરેક વિશ્વકપની 12 એડિશનમાં ભાગ લીધો હતો. તે 1975 અને 1979માં ચેમ્પિયન બની હતી. 


મુકાબલામાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43.5 ઓવરમાં માત્ર 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડ થોડો સંઘર્ષ કર્યો. હોલ્ડરે 79 બોલમાં 45 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ સામેલ હતી. તો શેફર્ડે પાંચ ચોગ્ગાની મદદથી 36 રન ફટકાર્યા હતા. સ્કોટલેન્ડ તરફથી બ્રેન્ડન મેકમુલેને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તો ક્રિસ સોલ, મોક વોટ અને ક્રિસ ગ્રીવ્સે બે-બે સફળતા મેળવી હતી. 


જવાબમાં સ્કોટલેન્ડે 43.3 ઓવરમાં ટાર્ગેટ હાસિલ કરી લીધો હતો. વિકેટકીપર બેટર મેથ્યૂ ક્રોસ 74 રન બનાવી અણનમ રહ્યો હતો. તો બ્રેન્ડ મેકમુલેને 69 રનની ઈનિંગ રમી હતી. ક્રોસે પોતાની ઈનિગંમાં સાત અને મેકમુલેને આઠ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube