Cricket News : ડિઆન્ડ્રા ડોટિન નામની પ્લેયરે વર્ષ 2022 માં અચાનક સંન્યાસ લઈને સૌને ચોંકાવી દીધા હતા. હવે તેણે પોતાનો નિર્ણય બદલી નાંખ્યો છે. ડિઆન્ડ્રા ડોટિને સંન્યાસ પાછું ખેંતીને પરત આવવાનો નિર્ણય લીધો છે. હવે તે વેસ્ટ ઈન્ડીઝનું પ્રતિનિધિત્વ કરવા માટે સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝે આ માહિતી આપી છે. ડિઆન્ડ્રા ડોટિન, હવે 33 વર્ષની ઉંમરની થઈ છે. વર્તમાન માહોલ અને ટીમના માહોલના મુદ્દાને ટાંકીને તેણે વર્ષ 2022 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરને અલવિદા કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 વર્લ્ડ કપ માટે ખેલાડીએ તોડ્યો સંન્યાસ
ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ (CWI) ને લખવામાં આવેલ એક પત્રમાં ડિઆન્ડ્રા ડોટિને ક્રિકેટમાં વાપસી માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડીઝ (CWI) નું પ્રતિનિધિત્વ કરવું મારે માટે ગર્વની બાબત છે અને ઝનુનનો વિષય છે. ક્રિકેટ વેસ્ટી ઈન્ડીઝના અધ્યક્ષ ડો.કિશોર શૈલો સહિત વિવિધ પક્ષોની સાથે વિચાર-વિમર્શ અને વિચારશીલ વાતચીત કર્યા બાદ મને આ જણાવતા ખુશી થાય છે કે, હું એ રમતમાં પરત ફરવા ઉત્સુક છું, જે મને પસંદ છે અને તમામ ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડીઝ મહિલી ટીમ માટે તત્કાલ પ્રભાવથી યોગદાન આપવા માટે ઉત્સુક છું. 


મોતના વાયરસે ગુજરાતમાં 52 બાળકોનો ભોગ લીધો, ચાંદીપુરાએ ભયાનક સ્વરૂપ લીધું


ક્રિકેટ જગતમાં સનસની ફેલાઈ
ડિઆન્ડ્રા ડોટિને કહ્યું કે, મને વિશ્વાસ છે કે, મારો અનુભવ, પરિપક્વતા અને ટેલેન્ટ ટીમનું મૂલ્ય વધારશે. જેમ કે ભૂતકાળમાં થયું હતુ અને હું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમની જીત સુનિશ્ચિત કરવા માટે દરેક મેચ અને ટ્રેનિંગ સેશનમાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવા માટે તૈયાર છું. આ ઉપરાંત હુ યુવા ખેલાડીઓને સલાહ આપવા અને આપણા ક્ષેત્રમાં મહિલા ક્રિકેટના સમગ્ર વિકાસમાં યોગદાન આપવા માટે ઉત્સાહિત છું. ડિઆન્ડ્રા ડોટિન, જે આગામી WCPL ટુર્નામેન્ટમાં સતત ત્રીજા વર્ષે ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ મહિલા ટીમની કેપ્ટનશીપ કરશે, તેમણે અંતિમવાર વર્ષ 2022 માં વેસ્ટી ઈન્ડીઝ માટે ક્રિકેટ રમી હતી. 


વનડે અને ટી20 ની કુલ મળીને 270 ઈન્ટરનેશનલ મેચ રમી
ડિઆન્ડ્રા ડોટિને વનડે અને ટી20 માં કુલ મળીને 270 ઈન્ટરનેશનલ મેચ રમી છે. વર્ષ 2010 માં ડિઆન્ડ્રા ડોટિને પહેલી મહિલા ટી20 સદી બનાવી હતી. ગત મહિને એમસીસીએ ડિઆન્ડ્રા ડોટિનને ક્લબની માનદ આજીવન સદસ્યતાથી સન્માનિત કરી હતી. ડિઆન્ડ્રા ડોટિન મહિલા ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડીઝની સૌથી ડેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાંથી એક છે. જેને જુન 2008 માં પોતના ડેબ્યુ બાદથી 127 ટી20 અને 143 વનડે મેચ રમી છે. વેસ્ટ ઈન્ડીઝે ડિઆન્ડ્રા ડોટિનની પ્રતિભા અને ટીમ પર સંભવિત પ્રભાવને સ્વીકારતા તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની વાપસી માટે સ્વાગત કર્યું.  


આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓ પર આજનો દિવસ


ડિઆન્ડ્રા ડોટીનનો અપાર અનુભવ
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)ના ડિરેક્ટર માઈલ્સ બાસકોમ્બે કહ્યું, 'ડિઆન્ડ્રા ડોટિન અપાર ક્ષમતા અને અનુભવ ધરાવતી ખેલાડી છે. અમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાના અને પસંદગી માટે લાયક બનવાના તેના નિર્ણયથી ખુશ છીએ. તેમાં કોઈ શંકા નથી કે તે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમોમાં નોંધપાત્ર મૂલ્ય ઉમેરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝની મહિલાની આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ 2 થી 19 ઓક્ટોબર દરમિયાન બાંગ્લાદેશમાં T20 વર્લ્ડ કપ હશે.


Start Up માં આ રાજ્યએ ગુજરાતને પછાડ્યું, ગુજરાત સરકીને પાંચમા નંબર પર પહોચ્યું