ICC ટેસ્ટ રેન્કિંગઃ વેસ્ટ ઈન્ડિઝના બોલર જેસન હોલ્ડર બીજા સ્થાન પર, રેટિંગમાં બનાવ્યો આ રેકોર્ડ
જેસન હોલ્ડર પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં કરિયરના સર્વશ્રેષ્ઠ બીજા સ્થાને પહોંચી ગયો છે.
દુબઈઃ જેસન હોલ્ડર પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં કરિયરના સર્વશ્રેષ્ઠ બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે છેલ્લા 20 વર્ષમાં વેસ્ટઈન્ડિઝના કોઈપણ બોલર દ્વારા સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ પણ હાસિલ કર્યાં છે.
સાઉથેમ્પ્ટનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત દરમિયાન હોલ્ડરે પોતાની ટીમની આગેવાની કરતા પ્રથમ ઈનિંગમાં42 રન પર 6 વિકેટ ઝડપી અને મેચમાં સાત વિકેટ મેળવી હતી. આ સાથે હોલ્ડરે કરિયરના સર્વશ્રેષ્ઠ 862 રેટિંગ પોઈન્ટ હાસિલ કર્યાં છે, જે ઓગસ્ટ 2000માં કર્ટની વોલ્શના 866 પોઈન્ટ બાદ કોઈપણ વેસ્ટઈન્ડિઝના બોલરના સર્વાધિક રેટિંગ પોઈન્ટ છે.
કોરોના વાયરસ મહામારીને કારણે માર્ચથી મેદાન પર ન ઉતરનાર ભારતીય ક્રિકેટરોએ બેટ્સમેન અને બોલરોની રેન્કિંગમાં ટોપ-10માં પોતાની જગ્યા જાળવી રાખી છે. કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનાના રેન્કિંગમાં સ્ટીવ સ્મિથ બાદ બીજા સ્થાને યથાવત છે, જ્યારે ચેતેશ્વર પૂજારા અને અંજ્કિય રહાણે ક્રમશઃ સાતમાં અને નવમાં સ્થાન પર છે.
જસપ્રીત બુમરાહ સાતમાં સ્થાનની સાથે બોલરોની યાદીમાં ટોપ-10માં એકમાત્ર ભારતીય છે. હોલ્ડર પ્રથમ ટેસ્ટ બાદ બેટ્સમેનોના રેન્કિંગમાં 35માં સ્થાન પર યથાવત છે અને ઓલરાઉન્ડરોની યાદીમાં કરિયરના સર્વશ્રેષ્ઠ 485 પોઈન્ટની સાથે ટોપ પર છે.
રાહુલ જોહરીના સ્થાને બીસીસીઆઈએ હેમાંગ અમીનને બનાવ્યા કાર્યકારી CEO
બીજા નંબર પરરહેલ ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સે પણ કરિયરના 431 રેટિંગ પોઈન્ટ હાસિલ કર્યા છે. જો રૂટની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડની આગેવાની કરનાર સ્ટોક્સ રોઝ બાઉલમાં 43 અને 46 રનની ઈનિંગ બાદ બેટ્સમેનોના રેન્કિંગમાં કરિયરના સર્વશ્રેષ્ઠ નવમાં સ્થાનની બરોબરી કરી જે તેણે પાછલા વર્ષે હાસિલ કર્યું હતું.
મેચમાં છ વિકેટની સ્ટોક્સ બોલરોની યાદીમાં ત્રણ સ્થાનના ફાયદાથી 23માં સ્થાને પહોંચી ગયો છે. બેટ્સમેન રોરી બર્ન્સ 30 અને 42 રનની ઈનિંગ બાદ પ્રથમવાર ટોપ 30માં જગ્યા બનાવવામાં સફળ રહ્યો, જ્યારે મેચમાં 86 રન બનાવનાર જૈક ક્રાઉલી ટોપ 100માં સામેલ થઈ ગયો છે.
મેચમાં નવ વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ બનેલ શેનોન ગૈબ્રિયલ એક સ્થાનના ફાયદાથી 18માં સ્થાને પહોંચ્યો છે. તેને 46 પોઈન્ટનો ફાયદો થયો જેથી તે રવીન્દ્ર જાડેજા (722)થી ચાર પોઈન્ટ આગળ નિકળી ગયો છે. બીજી ઈનિંગમાં 95 રન બનાવીને વિન્ડીઝની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર જર્મેન બ્લેકવુડ 14 સ્થાનના ફાયદાથી 58માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શેન ડાઉરિચ કરિયરના સર્વશ્રેષ્ઠ 37માં સ્થાન પર છે. ડાઉરિચે 61 અને 20 રનની ઈનિંગ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube