ઈંગ્લેન્ડના પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝના ટેસ્ટ ક્રિકેટરોએ શરૂ કરી પ્રેક્ટિસ
પ્રેક્ટિસ દરમિયાન સુરક્ષાને જોતા સ્ટેડિયમના બધા દરવાજા બંધ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ અને સરકારના દિશા-નિર્દેશોનું પણ પાલન કરવામાં આવે છે.
કિંગ્સટનઃ કેપ્ટન જેસન હોલ્ડરની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝના કેટલાક ખેલાડી જુલાઈમાં થનારા ઈંગ્લેન્ડના પ્રવાસને જોતા નાના-નાના ગ્રુપમાં પ્રેક્ટિસ કરવા પરત ફર્યા છે. કોવિડ-19થી બચાવ તરીકે જાહેર લૉકડાઉનને કારણે ખેલાડી લાંબા સમય સુધી નેટ પ્રેક્ટિસથી બહાર રહ્યા હતા. સોમવારે ક્રેગ બ્રેથવેટ, શાઈ હોપ, કેમાર રોચ, શેન ડોરિચ, સમર્થ બ્રૂક્સ અને રેમન રીફરે કેનસિંગ્ટન ઓવલમાં પ્રેક્ટિસ કરી હતી.
આ દરમિયાન કોઈને અંદર આવવાની મંજૂરી નહતી. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે અખબારી યાદીમાં કહ્યું, 'અભ્યાસ પર વાપસી માટે સ્થાનીક સરકારે મંજૂરી આપી હતી. તેથી સુરક્ષા સાથે જોડાયેલા આકરા નિયમ જેમ સોશિયલ ડિસ્ટેન્સિંગ, સરકાર અને વેસ્ટ ઈન્ડિઝની ચિકિત્સા સલાહકાર સમિતિ તરફથી નક્કી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમના બધા દરવાજા બંધ કરીને પ્રેક્ટિસ કરવામાં આવે છે.'
ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝના સહાયક કોચ રોડી એસ્ટવિક અને બારબાડોસ ક્રિકેટ એસોસિએશનના અન્ય કોચોની દેખરેખમાં પ્રેક્ટિસ કરી હતી. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવે કહ્યુ, આ ખુબ સારા સમાચાર છે કે ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તે છેલ્લા ઘણા સમયથી ઘરોમાં રહીને માત્ર ફિટનેસ સાથે જોડાયેલી ગતિવિધિઓ સુધી સીમિત હતા.
સ્ટાર્કની ચેતવણી- લાળ પર પ્રતિબંધથી ક્રિકેટ કંટાળાજનક થવાનો ખતરો
ઈંગ્લેન્ડના પ્રવાસ વિશે તેમણે કહ્યુ, અમારી પાસે હજુ જે જાણકારી છે તેના આદાર પર દરેકને વિશ્વાસ છે કે આ ગરમીઓમાં કોઈપણ સમયે પ્રવાસ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube