નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝે બીજી વનડેમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવીને 3 મેચોની સિરીઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. એન્ટીગાના નોર્થ સાઉન્ડ મેદાનમાં ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં 187 રન પર ઓલઆઉટ કર્યા બાદ વેસ્ટઈન્ડિઝ ટીમે 306 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઈનિંગમાં પણ ઈંગ્લેન્ડના બેટ્સમેનો ફ્લોપ જતા ટીમ 132 રન પર ઓલઆઉટ થઈ ગઈ જેનાથી વેસ્ટઈન્ડિઝને માત્ર 14 રનનો લક્ષ્ય મળ્યો હતો. આ લક્ષ્યને કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના વિન્ડિઝ ટીમે 2.1 ઓવરમાં હાસિલ કરી લીધો અને ત્રીજા દિવસે મુકાબલો જીતી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેન ઓફ ધ મેચ કેમાર રોચે મેચમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 30 રન આપીને ચાર જ્યારે બીજી ઈનિંગમાં 52 રન આપીને ચાર સફળતા મેળવી હતી. આ સિવાય જેસન હોલ્ડરે બીજી ઈનિંગમાં 43 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં સૌથી વધુ રન જોસ બટલર (24)એ બનાવ્યા હતા. 



દિલ્હીમાં ભીખ માંગતો દેખાયો પૂર્વ સૈનિક, ગંભીરે ફોટો શેર કરી આ વાત 


ત્રીજા દિવસની શરૂઆત વેસ્ટઈન્ડિઝ ટીમે 8 વિકેટ પર 291 રનથી કરી અને ટીમ 306માં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડને 42.1 ઓવરમાં 132 રને ઓલઆઉટ કરી દીધું હતું. રોચ અને હોલ્જર સિવાય અલ્જારી જોસેફે પણ બે વિકેટ ઝડપી હતી. ક્રેગ બ્રેથવેટ (5*) અને જોન કૈમ્પબેલ (11*)એ વિન્ડિઝને 10 વિકેટે જીત અપાવી હતી.