નવી દિલ્હીઃ ઈન્ડિયા એ ટીમ આ સમયે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. જ્યાં પાંચ મેચોની બિનસત્તાવાર વનડે સિરીઝની ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની એ ટીમે પ્રથમ જીત મેળવી હતી. એન્ડીગામાં રમાયેલી ચોથી રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝ એએ 5 રનથી ઈન્ડિયા એને પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝ એના 299 રનનો પીછો કરતા ભારત એની ધીમી શરૂઆત મળી અને અમોલ પ્રીત સિંહ (11)ના રૂપમાં ભારતને પ્રથમ ઝટકો 32ના સ્કોર પર લાગ્યો હતો. ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો શરૂ થયો અને ટીમ ઈન્ડિયાએ 127 રન પર 5 વિકેટ ગુમાવ દીધી હતી. ત્યારબાદ ક્રીઝ પર આવેલા અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરી અને અણનમ 81 રન ફટકાર્યા હતા. આ સિવાય ક્રુણાલ પંડ્યા અને વોશિંગટન સુંદરે પણ 45-45 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ કોઈ બેટ્સમેન ટીમને જીત અપાવવામાં સફળ ન થયો. 


આ પહેલા મેચમાં ભારતે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને વેસ્ટ ઈન્ડિઝ એ ટીમે 9 વિકેટના નુકસાન પર 298 રન બનાવ્યા હતા. કેરેબિયન ટીમ તરફથી કેપ્ટન રોસ્ટન ચેસે સૌથી વધુ 94 રન બનાવ્યા જ્યારે ભારત તરફથી 4 વિકેટ ખલીલ અહમદ અને 3 વિકેટ આવેશ ખાને ઝડપી હતી. 


ભારત આ સિરીઝ પહેલાથી 3-1થી પોતાના નામે કરી ચુક્યુ છે, જેનો અંતિમ મુકાબલો 21 જુલાઈએ કોલિજમાં રમાશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર