ROHIT SHARMA PRESS CONFERENCE: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સિરીઝની ત્રીજી મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમાં રમી. સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત બેકફૂટ પર પહોંચી ગયું. ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગ્સમાં માત્ર 109 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. જ્યારે બીજા દાવમાં પણ ખાસ કંઈ ઉકાળી શકી નહીં. અને માત્ર 163 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. બીજા દાવમાં ચેતેશ્વર પૂજારાએ સૌથી વધારે રન બનાવ્યા. ભારત માટે પૂજારાએ બીજી ઈનિંગ્સમાં સૌથી વધારે રન બનાવ્યા. ભારત માટે પૂજારાએ 59 રન બનાવ્યા. પરંતુ પૂજારાએ અત્યંત ધીમી ઈનિંગ્સ રમી. જેનાથી કેપ્ટન રોહિત શર્મા ઘણો નારાજ થયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની દિવાલ તરીકે ઓળખાતો ચેતેશ્વર પૂજારા સાચવીને બેટિંગ કરી રહ્યો હતો. કેમ કે એકબાજુ વિકેટ પડી રહી હતી. તો બીજીબાજુ પૂજારાએ બીજો છેડો સાચવીને રમવાનું ચાલુ રાખ્યું. પરંતુ ભારતની 53મી ઓવરની શરૂઆતમાં ઈશાન કિશનને સંદેશ મોકલવામાં આવ્યો કે તમે આટલા ડિફેન્સિવ કેમ રમો છો.જ્યારે બોલર તમને બોલ હિટ કરવા આપે છે તો તેને બાઉન્ડ્રીની બહાર મોકલો. 


​આ પણ વાંચો: હોલિકા દહન આજે : પાંચ મોટા યોગમાં હોળી પ્રગટશે, જાણો પૂજાની રીત અને પરંપરાઓ
​આ પણ વાંચો:
 જાણો તરબૂચ ખાવાના ફાયદા: સ્ત્રીઓ માટે વરદાન તો પુરૂષો માટે પરમેશ્વર સમાન છે તરબૂચ
​આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...


રોહિત શર્મા 52મી ઓવરમાં ઈશાન કિશન સાથે વાત કરતા જોવા મળ્યા અને ચેતેશ્વર પૂજારા પર ભડકી ઉઠ્યા. અને તેને અપશબ્દો પણ કહી દીધા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઈશાન કિશન 53મી ઓવરની શરૂઆતમાં કેપ્ટન રોહિત શર્માનો સંદેશ લઈને મેદાનમાં આવ્યો અને તેને બોલ હિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. 


Holi 2023: ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ, વટ પડશે
​આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી
​આ પણ વાંચો: ક્રિકેટના 3 એવા ખેલાડી, જેઓએ ભારત અને પાકિસ્તાન બન્ને માટે રમી છે ઇન્ટરનેશલ મેચ


જેના પછી ચેતેશ્વર પૂજારા ઓફેન્સિવ મોડમાં આવ્યો અને નાથન લિયોનને મિડ વિકેટ પરથી સિક્સ લગાવી દીધી. અને દર્શકો જોતાં જ રહી ગયા. જોકે કેપ્ટન રોહિત શર્માનો ચેતેશ્વર પૂજારા પર અભદ્ર ટિપ્પણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 76 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે ઓસ્ટ્રેલિયાએ માત્ર 76 મિનિટમાં બનાવી લીધો હતો. હાલમાં ભારત સિરીઝમાં 2-1થી આગળ છે.


આ પણ વાંચો: 90ના દાયકાની મીઠી વાતો: વાહ શું એ સમય હતો, ભૂતકાળ યાદ આવી જશે
આ પણ વાંચો: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે
આ પણ વાંચો:
  હવામાં ઉડીને આવ્યું છે આ જૈન મંદિર, ખોદકામ વખતે મળ્યો નહી પાયો, વૈજ્ઞાનિકો ચોંકી ગયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube