Cricket Facts: ક્રિકેટના 3 એવા ખેલાડી, જેઓએ ભારત અને પાકિસ્તાન બન્ને માટે રમી છે ઇન્ટરનેશલ મેચ

Abdul Hafeez Kardar: ભારત અને પાકિસ્તાનની મેચ વચ્ચે હંમેશા ટક્કરનો માહોલ હોય છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એવા 3 ખેલાડીઓ હતા. જેમણે ભારત અને પાકિસ્તાન એમ બન્ને ટીમ માટે મેચ રમી છે. 

Cricket Facts: ક્રિકેટના 3 એવા ખેલાડી, જેઓએ ભારત અને પાકિસ્તાન બન્ને માટે રમી છે ઇન્ટરનેશલ મેચ

Cricketers Play Both India And Pakistan: ભારત અને પાકિસ્તાનની મેચ વચ્ચે હંમેશા ટક્કરનો માહોલ હોય છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એવા 3 ખેલાડીઓ હતા. જેમણે ભારત અને પાકિસ્તાન એમ બન્ને ટીમ માટે મેચ રમી છે. 

આમિર ઇલાહી
લેગ બ્રેક બૉલર આ મિર ઇલાહીએ ભારત માટે વર્ષ 1947માં ક્રિકેટ મેચ રમી હતી. પરંતુ ભાગલા બાદ તે પાકિસ્તાન જતો રહ્યો અને વર્ષ 1952માં પાકિસ્તાનની ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. આમિર ઇલાહીએ તેમના કરિયરમાં 6 ટેસ્ટ મેચ રમી, જેમાંથી 1 મેચ ભારત અને 5 મેચ પાકિસ્તાન તરફથી રમી હતી. 

ગુલ મોહમ્મદ 
ઓલરાઉન્ડર ગુલ મોહમ્મદે 8 વખત ભારત અને એક વખત પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ મેચ રમી છે. 17 વર્ષની ઉંમરમાં તેઓએ ઉત્તર ભારત તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 1955માં તે પાકિસ્તાન ગયો અને 1956-57માં ઓસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાન તરફથી એક જ ટેસ્ટ મેચ રમી હતી. 

અબ્દુલ હફીઝ કારદાર    
અબ્દુલ હાફીઝ ભારત અને પાકિસ્તાન બન્ને માટે ઇન્ટરનેશલ મેચ રમાનારો બીજો ખેલાડી છે. ભારત પાકના ભાગલા પહેલા અબ્દુલે ભારત માટે 3 ટેસ્ટ મેચ રમી હતી. ભાગલા બાદ તેણે 23 ટેસ્ટ મેચ પાકિસ્તાન માટે રમી હતી તો આ હતા ત્રણ ખેલાડીઓ કે, જેમણે ભારત અને પાકિસ્તાન બન્ને ટીમ માટે મેચ રમી હોય...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news