કઈ ટીમ જીતશે એશિયા કપ? ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કરી ભવિષ્યવાણી
Asia Cup 2022: રિકી પોન્ટિંગે ભારતને એશિયા કપમાં જીતવાનું દાવેદાર ગણાવ્યું છે. તે પણ કહ્યું કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મહામુકાબલામાં ભારતનું પલડું ભારે છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મુકાબલાને લઈને ભવિષ્યવાણી કરી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનનું માનવું છે કે રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમ આ મેચ જીતશે. એશિયા કપ 2022મા ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનનો પ્રારંભ કટ્ટર હરિફ પાકિસ્તાન સામે 28 ઓગસ્ટે કરશે. ફેન્સની સાથે સાથે ભારતીય ખેલાડીઓ પણ આ મુકાબલાની રાહ જોઈ રહ્યાં છે. કારણ કે છેલ્લા આ બંને ટીમ વચ્ચે ટક્કર જોવા મળી હતી, ત્યારે બાબર સેનાને 10 વિકેટે જીત મળી હતી.
પોન્ટિંગે આઈસીસી રિવ્યૂના લેટેસ્ટ એપિસોડ પર કહ્યુ, 'માત્ર એશિયા કપ જ નહીં, કોઈપણ ટૂર્નામેન્ટમાં ભારત સામે જીતવું હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ મને લાગે છે કે આપણે જ્યારે ટી20 વિશ્વકપ વિશે વાત કરીએ છીએ તો મને લાગે છે કે ભારત વધુ મજબૂત જોવા મળે છે. તેની ડેપ્થ અન્ય ટીમોની તુલનામાં સારી છે અને મને લાગે છે કે ભારત એશિયા કપ જીતશે.'
પોન્ટિંગે 28 ઓગસ્ટે રમાનાર મેચ વિશે કહ્યું, 'હું પાકિસ્તાન વિરુદ્ધ તે મુકાબલાને જીતવા માટે ભારતની સાથે રહીશ. હું પાકિસ્તાનની ઉપેક્ષા કરી રહ્યો નથી, કારણ કે તે એક અવિશ્વસનીય ક્રિકેટ રાષ્ટ્ર છે, જે સતત સારા ખેલાડીઓને મંચ આપે છે.'
IND vs ZIM: ટીમમાં વાપસી થતા આ ખેલાડી બની ગયો કેપ્ટન, શિખર ધવનને હટાવી દેવાયો
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં 14 વખત આમને-સામને આવ્યા છે, જેમાંથી ભારતે આઠ વખત જીત મેળવી છે, જ્યારે પાંચ વખત પરિણામ પાકિસ્તાનના પક્ષમાં રહ્યું છે. એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. પોન્ટિંગે ભારત-પાકિસ્તાન મુકાબલાની લોકપ્રિયતા વિશે કહ્યું- એક ક્રિકેટ પ્રેમી હોવાને નાતે, જ્યારે આ પ્રકારના મુકાબલા થાય છે તો બેસીને જોવાનું હંમેશા સારૂ રહે છે, કારણ કે દરેક વસ્તુનું સ્તર વધી જાય છે.
ભારતે ખેલાડીઓના વધુ રોટેશન છતાં આ સત્રમાં પોતાના 21 ટી20 મેચોમાંથી 17મા જીત મેળવી છે. પોન્ટિંગે કહ્યું કે મોહમ્મદ શમીને ટી20 વિશ્વકપ માટે ટીમમાં સામેલ કરવામાં આવે છે તો તે ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે. મોહમ્મદ શમી પાછલા ટી20 વિશ્વકપ બાદ ટી20 ટીમમાંથી બહાર છે.
પોન્ટિંગે કહ્યું, તે લાંબા સમયથી ભારત માટે એક સારો બોલર રહ્યો છે. મારૂ માનવું છે કે ટી20 ક્રિકેટમાં ભારતની પાસે શમીથી સારા બોલર છે અને એશિયા કપ માટે પણ ત્રણ બોલરોની પસંદગી કરી છે. જો વિશ્વકપ માટે ચાર ફાસ્ટ બોલરોને પસંદ કરવામાં આવે તો ચોથુ નામ તેનું હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube