ODI World Cup 2011: આજે વિશ્વ વિજેતા બન્યું હતું ભારત, પૂરો થયો હતો 28 વર્ષનો દુકાળ
વર્ષ 2011માં આજના દિવસે (2 એપ્રિલ, 2011) ભારતીય ક્રિકેટમાં પડેલો 28 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થઈ ગયો હતો. 2011માં બે એપ્રિલે ભારતે શ્રીલંકાને હરાવીને બીજીવાર ક્રિકેટ વિશ્વકપ પોતાના નામે કર્યો હતો.
નવી દિલ્હીઃ વર્ષ 2011માં આજના દિવસે (2 એપ્રિલ, 2011) ભારતીય ક્રિકેટમાં પડેલો 28 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થઈ ગયો હતો. 2011માં બે એપ્રિલે ભારતે શ્રીલંકાને હરાવીને બીજીવાર ક્રિકેટ વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. ભારતીય ટીમની આ શાનદાર જીતના સાક્ષી વાનખેડે સ્ટેડિયમ અને ત્યાં બેઠેલા તમામ લોકો બન્યા હતા.
ફાઇનલ મેચની વાત કરીએ તો ઝહીર ખાન, ગૌતમ ગંભીર અને એમએસ ધોની તેના હીરો રહ્યાં હતા. ઝહીરે બોલિંગ તો ધોની અને ગંભીરે બેટિંગથી ફાઇનલમાં જીત પાક્કી કરી હતી. સિરીઝની વાત કરીએ તો યુવરાજ સિંહ તેનો હીરો હતો. વિરાટ કોહલીએ આ ઈવેન્ટમાં પોતાના વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. ફાઇનલ મેચમાં ધોનીની તે સિક્સ લગભગ કોઈ ભૂલી શકે. ત્યારે ભારતને જીત માટે 11 બોલ પર 4 રનની જરૂર હતી, ત્યારે ધોનીએ સિક્સ ફટકારીને કપ ભારતના નામે કરી દીધો હતો.
આવો રહ્યો હતો મેચ
વિશ્વકપ 2011ના ફાઇનલમાં શ્રીલંકાએ 274 રન બનાવ્યા હતા. તેમાં માહેલા જયવર્ધનેના 103 રન સામેલ છે. જવાબમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી અને તેણે 31 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી.
વીરૂ અને સચિન આઉટ થઈ ગયા હતા. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ 22મી ઓવરમાં વિરાટ પણ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ચોથી વિકેટ માટે ધોનીએ ગંભીરની સાથે મળીને 109 રનની પાર્ટનરશિપ કરી. ગંભીર 97 રન બનાવી આઉટ થયો હતો.
જોવા લાયક હતો જશ્ન
ત્યારબાદ ધોનીએ યુવીની સાથે મોર્ચો સંભાળ્યો અને અણનમ 54 રનની ભાગીદારી કરતા ટીમ ઈન્ડિયાને વિશ્વ વિજેતા બનાવી દીધી હતી. યુવી 24 બોલમાં 21 રન બનાવી અણનમ રહ્યો, જ્યારે ધોનીએ 79 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી અણનમ 91 રન ફટકાર્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમ 28 વર્ષ બાદ વનડે ચેમ્પિયન બની હતી અને ફેન્સ ઉજવણીમાં ડૂબી ગયા હતા. સચિન તેંડુલકરનું વિશ્વ વિજેતા બનવાનું સપનું પૂરૂ થઈ ગયું હતું. ટીમે માસ્ટર બ્લાસ્ટરને ખભા પર બેસાડીને સ્ટેડિયમમાં ચક્કર મરાવી હતી.
ક્રિકેટ ટીમની સાથે સાથે ખેલ પ્રેમિઓની આંખોમાં પણ તે દિવસો ખુશીના આંસુ હતા. સચિન તેંડુલકરને સન્માન આપતા જ્યારે ટીમે તેમને ખભા પર બેસાડીને ગ્રાઉન્ડમાં ફેરવ્યા તો તે તમામન રોમાંચિત કરી દેનારી ક્ષણ હતી.