બેંગલુરૂઃ યશ દયાલને ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનના બીજા દિવસે ગુજરાત ટાઈટન્સે 3.2 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો છે. ત્યારબાદ ચર્ચા થવા લાગી કે આ ખેલાડી કોણ છે. યશ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તે ડાબા હાથનો ફાસ્ટર છે. દયાલ ભારતીય ટીમની સાથે રહી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યશ દયાલ અમદાવાદમાં ભારતીય ટીમની સાથે બાયો-બબલમાં હતો. ત્યારબાદ તેને ઉત્તર પ્રદેશ માટે રણજી ટ્રોફી રમવા માટે રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. તે ત્રણ વર્ષ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે કામ કરી ચુક્યો છે. તે આઈપીએલ ટ્રાયલમાં હતો. ત્યારબાદ તેને કેટલાક વર્ષ કામ કર્યુ અને પ્રથમવાર આઈપીએલ કોન્ટ્રાક્ટ હાસિલ કર્યો છે. 


આ પણ વાંચોઃ IPL Auction 2022: અન્ડર-19 વિશ્વકપના હીરો પર પૈસાનો વરસાદ, આ ખેલાડી બની ગયા કરોડપતિ


વિજય હજારે ટ્રોફીમાં તે સૌથી વધુ વિકેટ લેનાર પાંચ બોલરોમાં સામેલ હતો. તેણે 3.77 ના ઇકોનોમી રેટની સાથે 14 વિકેટ લીધી હતી. યશ દયાલ સતત 140 કિમીની ઝડપે બોલિંગ કરી શકે છે. યૂપી તરફથી રમતા તેણે 142 કિમીની ઝડપે બોલિંગ કરીને ચર્ચામાં આવ્યો હતો. 


યશ દયાલનો જન્મ 13 ડિસેમ્બર 1997ના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. તેણે ઉત્તર પ્રદેશ માટે 2018-2019ની સીઝનમાં લિસ્ટ એ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું. તેણે 21 સપ્ટેમ્બર 2018ના વિજય હઝારે ટ્રોફીમાં પ્રથમ મેચ રમી હતી. ત્યારબાદ નવેમ્બરમાં પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. ત્યારબાદ તેણે આગામી વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પર્દાપણ કર્યુ હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube