IPLમાં હવે સૌથી રોમાંચક જંગ, 8 પોઈન્ટ્સમાં સમજો પ્લેઓફનું સંપૂર્ણ ગણિત
IPL Playoffs: આઈપીએલ 2020ના પ્લેઓફનો જંગ સૌથી વધુ રોમાંચક બની ગયો છે. ત્રણ સ્થાનો માટે ચાર ટીમ દાવો કરી રહી છે અને ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચ બાદ નક્કી થશે કે કઈ ટીમ પ્લેઓફમાં પહોંચશે.
નવી દિલ્હીઃ માત્ર બે મેચ બાકી છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ના પ્લેઓફની ટીમો હજુ નક્કી થઈ શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સ ટોપ પર રહેશે તે નક્કી છે પરંતુ બાકી સ્થાનો માટે ચાર ટીમો વચ્ચે જંગ છે. ચાર ટીમોની પાસે ત્રણ સ્થાન પર કબજો કરવાની તક છે.
રવિવારે રમાયેલા બે મુકાબલામાં બે ટીમો- કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સની સફર સમાપ્ત થઈ ગઈ.
મુંબઈ ઈન્ડિયન્સના 18 પોઈન્ટ છે અને તે નક્કી છે કે રોહિતની ટીમ ટેબલમાં ટોપ રહેશે. બીજું સ્થાન આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચથી નક્કી થઈ જશે. પરંતુ ત્રીજા અને ચોથા સ્થાન માટે જંગ જારી રહેશે.
1. મુંબઈની ટીમ પ્રથમ સ્થાને રહેશે તે નક્કી છે. કોઈ અન્ય ટીમ આટલા અંક હાસિલ કરી શકે નહીં. ટીમના કુલ 18 પોઈન્ટ છે. આ સિવાય હજુ તેણે એક મેચ રમવાની છે.
2. દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે સોમવારે મુકાબલો રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહેશે.
3. કોલકત્તા નાઇટ રાઇડર્સનું 14 પોઈન્ટ સાથે ટાઈ થવાનું નક્કી છે.
IPL 2020થી બહાર થઈ CSK, મુરલી વિજય પર ચાહકોને ગુસ્સો, આ રીતે થઈ રહ્યો છે ટ્રોલ
4. જો મુંબઈ ઈન્ડિયન્સ સનરાઇઝર્સ હૈદરાબાદને મંગળવારે હરાવી દે તો કોલકત્તા નાઇટ રાઇડર્સ 14 પોઈન્ટની સાથે દિલ્હી કેપિટલ્સ કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચ હારનારી ટીમની સાથે ટાઈ રહેશે.
5. જો હૈદરાબાદ મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દે તો કોલકત્તા, હૈદરાબાદ અને દિલ્હી તથા બેંગલોરની મેચ હારનારી ટીમ 14 પોઈન્ટ પર ટાઈ કરશે.
6. જો આમ થાય તો હૈદરાબાદની ટીમ ત્રીજા સ્થાન પર રહેશે કારણ કે તેની નેટ રનરેટ દિલ્હી, બેંગલોર અને કોલકત્તાના મુકાબલે સારી રહેશે.
7. કોલકત્તા આશા કરશે કે આજે દિલ્હી તથા બેંગલોર વચ્ચે રમાનારી મેચ એકતરફી રહે, એટલે કે જીતનારી ટીમ સરળતાથી જીતી જાય. જેથી હારનારી ટીમની નેટ રનરેટ કોલકત્તાથી ખરાબ થઈ જાય.
8. રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને રહી. ચેન્નઈ સુપર કિંગ્સ સાતમાં અને કિંગ્સ ઇલેવન પંજાબ છઠ્ઠા સ્થાને રહી.
આઈપીએલ 2020 અત્યાર સુધીની સૌથી રોમાંચક સીઝન છે. આવું પ્રથમવાર થયું કે સૌથી છેલ્લા સ્થાને રહેનારી ટીમના 12 પોઈન્ટ છે. હજુ બે મેચ બાકી છે અને પ્લેઓફના ત્રણ સ્થાન ખાલી છે. પંજાબ, ચેન્નઈ અને રાજસ્થાન બહાર થઈ ચુકી છે. થોડા દિવસ પહેલા બેંગલોર અને દિલ્હીની પ્લેઓફમાં એન્ટ્રી પાક્કી લાગી રહી હતી પરંતુ હજુ કંઈ પાક્કુ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube