નવી દિલ્હીઃ શનિવારે સ્વતંત્રતા દિવસ વાળા દિવસે મહેન્દ્ર સિંહ ધોનીએ (MS Dhoni Retirement)એ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં કરિયરની ખાસ ક્ષણ હતી, બેકગ્રાઉન્ટમાં ગીત વાગી રહ્યું હતું. ફિલ્મ કભી-કભીનું સાહિર લુધિયાનવીનું લખેલું અને મુકેશની અવાજમાં ગાયેલું. એક વીડિયોની સાથે શેર કરવામાં આવેલા કેપ્શને ભારતીય ક્રિકેટ અને ક્રિકેટ ફેન્સમાં હલચલ મચાવી દીધી હતી. તેના પર લખ્યું હતું- આ સફર માટે તમારા પ્રેમ અને સમર્થન માટે ખુબ ખુબ આભાર. આજે 1929 (સાંજે 7 કલાક 29 મિનિટ)થી મને નિવૃત સમજવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત માત્ર કેટલાક શબ્દોની હતી પરંતુ તેમાં ઘણું કહી દેવામાં આવ્યું. ધોનીની સાથે એક કરિયરનો પટાક્ષેપ થઈ ગયો. પરંતુ એક સવાલ મગજમાં જરૂર રહ્યો. આખરે ધોનઈએ સમય 1929 કેમ પસંદ કર્યો. હા, તે સેનામાં રહ્યો છે, જ્યાં એક-એક મિનિટ કિંમતી છે. હા, ધોનીને લોકોને ચોંકાવવાની આદત છે. પોતાના કરિયરમાં તેણે ઘણીવાર આમ કર્યું છે. પરંતુ તેણે પોતાના કરિયરનો અંત પણ આ 'રહસ્યમય' સમયની સાથે કેમ કર્યો. 


ધોનીએ પોતાના નજીકના લોકોને આ સમય વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે, 15 ઓગસ્ટે ભારતમાં અંતિમ સૂર્યાસ્ત રાત 1929 પર થઈ. ગુજરાત સ્થિત ભારતના સૌથી મોટા પશ્ચિમી વિસ્તારમાં સૂરજ 1929 પર ડૂબ્યો. એક નજીકના સૂત્રએ કહ્યું કે, 'એમએસ ધોની પોતાના કરિયરને એક સમાનાંતર અંત આપવા ઈચ્છતો હતો. તે સૂર્યાસ્તમાં ચાલ્યા જવા સમાન રેખા ખેંચવા ઈચ્છતો હતો. આ ખુબ સમજી વિચારીને લેવામાં આવેલો નિર્ણય હતો. જે રીતે તેણે સમય લખ્યો- 1929 hrs- આ સમય લખવાની સેનાની રીત છે. આ સેના પ્રત્યે તેના પ્રેમને દર્શાવે છે. તે વસ્તુને આમ જ કરે છે.'


ચેતન ચૌહાણને યાદ કરી બોલ્યા ગાવસ્કર- પાર્ટનર નથી રહ્યો, હું કઈ રીતે હસી શકું


શું 15 ઓગસ્ટની તારીખ પણ સમજી-વિચારીને નક્કી કરવામાં આવી હતી, કારણ કે તે દિવસે સ્વતંત્રતા દિવસ હતો? સૂત્રએ કહ્યું, 'તે સવાલનો જવાબ માત્ર ધોની આવી શકે છે. હાલ ધોની તેના પર કંઇ કહી રહ્યો નથી. તેણે ઇશારામાં પોતાના કરિયર પર સૂર્યાસ્તનો ઇશારો કર્યો. ધોનીની છબી સીમિત ઓવરોમાં સર્વશ્રેષ્ઠ ફિનિશરની રહી છે, અને એકવાર ફરી, ધોનીએ તે સ્ટાઇલમાં રમતને અલવિદા કહ્યું.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર