નવી દિલ્હીઃ શિખર ધવને પોતાના સાથી ઓપનર રોહિત શર્માને બેટિંગનો બાપ ગણાવ્યો છે. ગુરૂવારે એક પત્રકારે શિખરને સવાલ કરતા રોહિતના પિતા બનવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના જવાબમાં ધવને હસ્તા હસ્તા કહ્યું, શું બેટિંગનો બાપ કે... ના તે બંન્નેમાં બાપ બની ચુક્યો છે. પહેલા તો હું રોહિત માટે ખુશ છું કે, તે પિતા બની ગયો છે. તેના અને તેની પત્ની માટે.. ખરેખર, તે ખુબ ખુશ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 3 બેવડી સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર છે. 


2. વનડે ક્રિકેટનો સર્વોચ્ચ સ્કોર 264 રન રોહિત શર્માના નામે છે. 


3. રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં મળીને સૌથી ઓછા મેચોમાં 300 સિક્સ ફટકારનાર એકમાત્ર ભારતીય છે. 


4. એક ઈનિંગમાં સૌથી વધુ 16 સિક્સ અને સૌથી વધુ 33 ચોગ્ગા ફટકારનાર બેટ્સમેન છે. 


5. રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 7 વખત 150થી વધુનો સ્કોર બનાવ્યો છે. 


6. રોહિત શર્મા સૌથી ઓછી ઈનિંગમાં 5000 રન બનાવનાર ભારતીય ઓપનર છે. 


7. ટી20 ક્રિકેટની સૌથી ઝડપી સદી રોહિતના નામે છે. તે 35 બોલમાં સદી ફટકારી ચુક્યો છે. 


8. રોહિત ટી20 ક્રિકેટમાં સૌથી વધુ 2237 રન બનાવનાર ભારતીય છે. 


9. રોહિત ટી20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર (118 રન) બનાવનાર પ્રથમ ભારતીય છે. 


10. રોહિત શર્મા વનડેમાં સૌથી ઓછી 187 ઈનિંગમાં 200 સિક્સ ફટકારનાર બેટ્સમેન છે.