IND vs WI: ટીમ ઈન્ડિયાની સામે ઊભું થયું સંકટ, આ ખેલાડીને બહાર કરશે બોર્ડ!
IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12મી જુલાઈથી ક્રિકેટ સિરીઝ રમવાની છે. આ પ્રવાસની શરૂઆત 2 મેચની ટેસ્ટ શ્રેણીથી થશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયા સામે મોટું સંકટ ઊભું થઈ ગયું છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે.
નવી દિલ્હીઃ India vs West Indies Test, Wicketkeeper Crisis : ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને વેસ્ટઈન્ડિઝ (IND vs WI)નો પ્રવાસ કરશે. આ પ્રવાસની શરૂઆત બે મેચની ટેસ્ટ સિરીઝથી થશે. આ સિરીઝ પહેલા ભારતીય ટીમની સામે એક મોટુ સંકટ થઈ ગયું છે. હકીકતમાં ભારતીય ટીમના ખેલાડીઓ ઈજાનો સામનો કરી રહ્યાં છે અને મુશ્કેલી તેની સામે ઉભી છે.
આ ખેલાડીનું પહાર થવું નક્કી!
વિકેટકીપર બેટર રિષભ પંત (Rishabh Pant)ને હજુ સંપૂર્ણ ફિટ થવામાં સમય લાગશે. પાછલા વર્ષે એક રોડ અકસ્માતમાં પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ કારણે વિકેટકીપર બેટરને લઈને ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં પરેશાન છે. ઈજાગ્રસ્ત રાહુલ પણ આ લિસ્ટમાંથી બહાર છે. જ્યારે કેએસ ભરત બેટિંગથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ભરતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં રોહિતે તક આપી હતી, પરંતુ તે અત્યાર સુધી બેટથી કમાલ કરી શક્યો નથી.
લિસ્ટમાં સામેલ નથી આ ખેલાડી
ભારતની પાસે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે અન્ય બે વિકલ્પ ઈશાન કિશન અને ઉપેન્દ્ર યાદવ છે. પરંતુ ડબ્લ્યૂટીસી ફાઈનલમાં જગ્યા ન બનાવનાર સાહા પણ આ લિસ્ટમાં નથી. જેવી સ્થિતિ અત્યારે લાગી રહી છે તે પ્રમાણે પસંદગીકાર સાહાને છોડીને આગળ વધી ચુક્યા છે. એટલું જ નહીં સાહાએ દુલીપ ટ્રોફીનો ભાગ બનવાનો પણ ઈનકાર કરી દીધો છે.
આ પણ વાંચોઃ સુનીલ છેત્રીની હેટ્રિક, સૈફ ચેમ્પિયનશિપમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું
BCCI અધિકારીએ કર્યો દાવો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે ઉંમરને કારણે સાહા ભવિષ્યની યોજનાઓનો ભાગ નથી. તેણે ઇનસાઇડસ્પોર્ટને કહ્યું, 'આપણે રિદ્ધિ (રિદ્ધિમાન સાહા)થી આગળ જોવું પડશે. તેમાં કોઈ શંકા નથી કે તે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન અને શ્રેષ્ઠ કીપર છે પરંતુ તેની ઉંમર 38 વર્ષની છે તે નકારી શકાય તેમ નથી. આપણે ઇશાન, ભરત અને ઉપેન્દ્ર જેવી યુવા પ્રતિભાઓને તૈયાર કરવી પડશે. જો તેઓ અન્યોની સરખામણીમાં નિષ્ફળ જાય તો પણ તેઓ ભવિષ્ય છે.
આ પણ વાંચોઃ World Cup 2023: વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, ICC અને BCCI એ ઠુકરાવી આ માંગ
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું સંપૂર્ણ કાર્યક્રમ
જુલાઈ 12 થી 16, 1લી ટેસ્ટ, ડોમિનિકા
20 થી 24 જુલાઈ, બીજી ટેસ્ટ, ત્રિનિદાદ
27 જુલાઈ, 1લી ODI, બાર્બાડોસ
29 જુલાઈ, બીજી ODI, બાર્બાડોસ
1 ઓગસ્ટ, ત્રીજી ODI, ત્રિનિદાદ
3 ઓગસ્ટ, 1લી T20, ત્રિનિદાદ
6 ઓગસ્ટ, બીજી T20, ગયાના
8 ઓગસ્ટ, ત્રીજી T20, ગયાના
12 ઓગસ્ટ, ચોથી T20, ફ્લોરિડા
13 ઓગસ્ટ, પાંચમી T20, ફ્લોરિડા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube