મુંબઈઃ આઈસીસી વિશ્વ કપની સેમિફાઇનલમાં ભારતની હારથી થયેલી આલોચના બાદ પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે કહ્યું કે, તે ઈચ્છે છે કે રવિ શાસ્ત્રી ટીમના કોચ પદે યથાવત રહે. ટીમના કોચિંગ સ્ટાફનો કરાર વિશ્વ કપ બાદ પૂરો થઈ ગયો હતો, પરંતુ તેને 45 દિવસનો વિસ્તાર આપવામાં આવ્યો છે, જે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સુધી ચાલું રહેશે. તેણે કહ્યું કે, જો રવિ ભાઈ કોચ પદ્દે યથાવત રહે તો તેને ખુશી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝ રવાના થતાં પહેલા કોહલીએ મુંબઈમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું, 'સીએસી (ક્રિકેટ સલાહકાર સમિતિ)એ આ મુદ્દા પર હજુ સુધી મારો કોઈ સંપર્ક કર્યો નથઈ. રવિ ભાઈની સાથે અમારો બધાનો તાલમેલ સારો છે અને તેનાથી (જો તે કોચ પદે રહે તો) અમને બધા ખુશ થશું.' ભારતીય કેપ્ટને કહ્યું કે, 'મેં જેમ કહ્યું કે, તેનો નિર્ણય સીએસીએ કરવાનો છે.'


ભારતીય ટીમના મુખ્ય કોચ માટે ઈન્ટરવ્યૂ 13 કે 14 ઓગસ્ટે થશે. તેની માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ છે. પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ ટીમના કોચિંગ સ્ટાફની પસંદગી કરવા માટે નવી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ની રચના કરી છે, જેમાં પૂર્વ કેપ્ટન કપિલ દેવ, પૂર્વ ખેલાડી અશુંમન ગાયકવાડ અને શાંથા રંગાસ્વામી છે. 


જાણો, રોહિત શર્મા સાથે વિવાદ પર શું બોલ્યો વિરાટ કોહલી


વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 3 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે, જ્યાં ટીમ ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચની સિરીઝ સિવાય વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે.