કોચ રવિ શાસ્ત્રીનું `જનૂન` છે વિશ્વ કપ જીતવો, કહ્યું- તૈયારી થઈ ગઈ છે શરૂ
વિશ્વ કપ જીતવો ભારતના કોચ રવિ શાસ્ત્રીનું `જનૂન` છે અને તેમનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આગામી છ વનડે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીનું માધ્યમ રહેશે.
નવી દિલ્હીઃ વિશ્વ કપ જીતવો (Winning World title) ભારતના કોચ રવિ શાસ્ત્રીનું (Ravi Shastri) 'જનૂન' છે (obsession) અને તેમનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આગામી છ વનડે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીનું માધ્યમ રહેશે. શાસ્ત્રીએ વિશ્વકપની તૈયારી, ટીમનો માહોલ અને ખેલાડીઓની ઈજા સહિત ઘણા મુદ્દા પર વાત કરી હતી. ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, 'ટોસની વાત ન કરો. અમે વિશ્વના દરેક દેશમાં દરેક સ્થિતિમાં અને દરેક ટીમની વિરુદ્ધ સારૂ પ્રદર્શન કરીશું. આ અમારી ટીમનું લક્ષ્ય છે. વિશ્વ કપ જીતવું જનૂન છે અને અમે તે ઈચ્છાને પૂરી કરવા માટે બધુ કરીશું.'
ભારતે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પાંચ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ રમવાની છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે સિરીઝ માર્ચમાં યોજાશે. શાસ્ત્રીએ કહ્યું કે, આ ટીમની ખાસિયત છે કે બધા એકબીજાની સફળતાનો આનંદ માણે છે. તેમણે કહ્યું, 'આ ટીમમાં હું શબ્દ નથી, અમેની વાત થાય છે. અમે એકબીજાની સફળતાનો જશ્ન મનાવીએ છીએ. જીત ટીમની હોય છે.' ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં 2-1થી મળેલી જીત ભારતીય ટીમની 'માનસિક તાકાત' દર્શાવે છે જેણે પ્રથમ મેચમાં ખરાબ રીતે હાર્યા બાદ શાનદાર વાપસી કરી છે.
ઈતિહાસ ભૂતકાળ, વર્તમાનમાં જીતવું છે
શાસ્ત્રીએ કહ્યું, 'ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ અમારી માનસિક તાકાત અને દબાવમાં રમવાની ક્ષમતાનો પૂરાવો હતી. વાનખેડે પર ખરાબ રીતે હાર્યા બાદ અમે વાપસી કરી જેની પ્રશંસા થવી જોઈએ.' તેમણે કહ્યું, 'તેનાથી અમારી બહાદુરીનો ખ્યાલ આવે છે અને તે સાબિત થાય છે કે અમે ડર્યા વિના ક્રિકેટ રમીવાથી ડરતા નથી.' તેમણે કહ્યું કે, 'આ ટીમ વર્તમાનમાં જુવે છે. ભૂતકાળમાં જે થયું તે ઈતિહાસ છે. અમે આ લયને ભવિષ્યમાં પણ જાળવી રાખવા ઈચ્છીશું.'
શિખરની ઈજાથી છે દુખી
કેપ્ટન વિરાટ કોહલી પહેલા જ કહી ચુક્યો છે કે કેએલ રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવી શકાય છે અને શાસ્ત્રીએ તેનું સમર્થન કરતા કહ્યું કે, તેમને ખુશી છે કે ટીમમાં રાહુલ જેવો બહુમુખી પ્રતિભા ધરાવતો ખેલાડી છે. તેઓ શિખર ધવનને થયેલી ઈજાથી દુખી છે જેના કારણે તે ન્યૂઝીલેન્ડ જઈ શકશે નહીં. તેમણે કહ્યું, 'આ દુખદ છે, કારણ કે તે અનુભવી ખેલાડી છે. તે મેચ વિજેતા છે. આ પ્રકારની ઈજા થવાથી નુકસાન ટીમને થાય છે.'
કીવીલેન્ડની પિચોથી ચિંતા નથી
કેદાર જાધવની આલોચનાને નકારતા શાસ્ત્રીએ કહ્યું, 'કેદાર વનડે ટીમનો અભિન્ન ભાગ છે જે ન્યૂઝીલેન્ડમાં રમશે.' કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ લાંબા સમયથી સીમિત ઓવરના ક્રિકેટમાં સાથે ઉતર્યા નથી, તે પૂછવા પર કે તે ક્યારે સાથે રમશે, શાસ્ત્રીએ કહ્યું, અમે તેના પર નિર્ણય કરીશું. જરૂરીયાત અનુસાર ટીમ ઉતારવામાં આવે છે. ન્યૂઝીલેન્ડની પિચોને લઈને પણ તે વધુ ચિંતિત નથી. તેમણે કહ્યું, 'એક ટીમના રૂપમાં અમે તે વિશે વિચારતા નથી. સ્થિતિને અનુરૂપ રમવામાં આવશે. ઈતિહાસ કે ભૂતકાળ પર અમે વધુ વિચારતા નથી.'
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube