લંડનઃ મહિલા હોકી વર્લ્ડ કપમાં આજે (શનિવાર) જ્યારે ટીમ ઈન્ડિયા લંડનમાં યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે તો ઘરેલૂ માહોલમાં તેનો ઉત્સાહ વધારવાનું કામ કરશે. તેનું કારણ છે કે મોટી સંખ્યામાં ઈન્ડિયન્સ ફેન્સ ટીમને સમર્થન કરતા જોવા મળશે. આ મેચ તેથી પણ ભારત માટે ખાસ હશે કારણ કે કુલ 18 ખેલાડીઓમાંથી 16 ભારતીય ખેલાડીઓ વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ આ વર્ષે પૂરી તૈયારીની સાથે ટાઇટલનું લક્ષ્ય લઈને ટૂર્નામેન્ટમાં ઉતરી છે. ભારતીય ટીમને વિશ્વાસ છે કે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના પ્રથમ મેચમાં વિજય મેળવી લેશે. ભારતને ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને અમેરિકા સાથે રાખવામાં આવ્યું છે. 


કેપ્ટન રાની પામપાલને પણ તેના પર વિશ્વાસ છે કે ભારતીય પ્રશંસકોની હાજરીમાં તેની ટીમને ખૂબ ફાયદો થશે. આજ કારણ છે કે ટીમ ભલે છેલ્લા 13 વિશ્વકપમાં ટ્રોફી પોતાના નામે કરવામાં નિષ્ફળ રહી હોય પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમનો આત્મવિશ્વાસ આસમાને હશે. 


નાની-નાની ભૂલ ન કરો
કેપ્ટન રાનીએ કહ્યું, દબાવ અમારા પર નહીં પરંતુ ઈંગ્લેન્ડ પર હશે. યજમાન હોવાને કારણે ઈંગ્લેન્ડને પોતાની ધરતી પર રમવાનો ફાયદો થશે, પરંતુ અમે પણ પ્રશંસકોની સામે રમશું અને તેવામાં અમે અન્ય ટૂર્નામેન્ટોની જેમ આ ટૂર્નામેન્ટમાં પણ અમારો આત્મવિશ્વાસ બનાવી રાખી આગળ વધશું. હું આશા કરુ છું કે કોમનવેલ્થ ગેમ્સની જેમ આ ટૂર્નામેન્ટમાં નાની-નાની ભૂલ ન કરે.